પશ્ચિમ બંગાળમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ

મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. ગુરુવારે વધુ ત્રણ બાળકોના મોત સાથે, મૃત્યુ પામેલા બાળકોની કુલ સંખ્યા 20 પર પહોંચી ગઈ છે

મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. ગુરુવારે વધુ ત્રણ બાળકોના મોત સાથે, મૃત્યુ પામેલા બાળકોની કુલ સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. જ્યારે નાગપુરની હોસ્પિટલમાં હજુ પણ અન્ય પાંચ બાળકો પોતાના જીવન માટે લડી રહ્યા છે.

આ ગંભીર ઘટના બાદ, હવે પશ્ચિમ બંગાળમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન (BCDA) એ રાજ્યભરના દવા વેચનારાઓને કોલ્ડ્રિફ કફ સીરપ કફ સિરપનું વિતરણ કર્યું છે. તાત્કાલિક અસરથી ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

BCDA સચિવ પૃથ્વી બસુએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં બનેલી દુર્ઘટના સાથે જે બેચને જોડી દેવામાં આવી રહી છે, તે બેચ પશ્ચિમ બંગાળ પહોંચી નથી. જોકે, તેમણે સલામતીના કારણોસર તમામ દવા ડીલરોને આ બ્રાન્ડની સીરપ વેચવાનું બંધ કરવા કહ્યું છે. આ સલાહનો કડક અમલ કરવા માટે, 11 ઓક્ટોબરે દવા વેચનારાઓ સાથે એક બેઠક બોલાવવામાં આવી છે. રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!