બિહાર ચૂંટણી: મહાગઠબંધનના પોસ્ટરમાંથી લાલુ યાદવ ગાયબ, રાજકારણ ગરમાયું

બિહારની ચૂંટણીમાં હવે પોસ્ટરને લઈને પણ રાજકારણ જોર પકડ્યું છે. મંગળવારે પટનાના મૌર્યા હોટલમાં મહાગઠબંધનનું ઘોષણા પત્ર (Manifesto) બહાર પાડવામાં આવ્યું.

બિહારની ચૂંટણીમાં હવે પોસ્ટરને લઈને પણ રાજકારણ જોર પકડ્યું છે. મંગળવારે પટનાના મૌર્યા હોટલમાં મહાગઠબંધનનું ઘોષણા પત્ર (Manifesto) બહાર પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાછળ લગાવવામાં આવેલા પોસ્ટરમાં તેજસ્વી યાદવનો મોટો ફોટો હતો, જ્યારે રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ફોટા નાના હતા. જોકે, RJD સુપ્રિમો લાલુ યાદવની તસવીર આ પોસ્ટરમાંથી ગાયબ હતી, જેને લઈને રાજકારણ ગરમાયું છે.

JDU (જનતા દળ યુનાઇટેડ) એ આ મુદ્દે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને તેજસ્વી પર આકરા પ્રહારો કર્યા છે. JDU એ લખ્યું છે કે, “તેજસ્વી હવે પાર્ટી અને પરિવાર બંનેમાં ‘એકોઽહમ્ દ્વિતીયો નાસ્તિ’ (હું એકલો છું, બીજું કોઈ નથી) ની સ્થિતિમાં છે.” JDU એ કટાક્ષ કર્યો કે લાલુ યાદવના નામ પર રાજનીતિ કરનારા તેજસ્વીના પોસ્ટરોમાં હવે લાલુની તસવીર માઇક્રોસ્કોપથી શોધવી પડશે. આ તસવીર પરનું કેપ્શન હતું: “તેજસ્વી તો નિકલે ચાલુ, પોસ્ટર મેં ગુમ હો ગયે લાલુ…”

બીજી તરફ, આ સમારોહમાં મહાગઠબંધને ૨૫ મોટા વાયદાઓ સાથેનું ઘોષણા પત્ર જાહેર કર્યું, જેમાં સરકારી નોકરી, પેન્શન, ૨૦૦ યુનિટ મફત વીજળી, ૨૫ લાખ સુધીની મફત સારવાર અને વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા જેવી જાહેરાતો કરવામાં આવી હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!