ઓવૈસીએ મહાગઠબંધન પર સાધ્યું નિશાન, મુસ્લિમોના રાજકીય ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો

ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવ્યો કે હાલમાં VIPનો એક પણ ધારાસભ્ય કે સાંસદ નથી, છતાં તેમને ડેપ્યુટી CM પદ ઓફર કરાયું છે

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ બિહાર ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધાર્યો છે. મંગળવારે ગોપાલગંજની છોટકા સાંખેમાં એક સભાને સંબોધતા, તેમના નિશાના પર મહાગઠબંધન અને RJD રહ્યા. ઓવૈસીએ જણાવ્યું કે બિહારમાં મલ્લાહ સમાજ (આશરે ૩% વસ્તી) ના નેતાને ડેપ્યુટી CM પદનો ઉમેદવાર બનાવવામાં આવે છે, જ્યારે ૧૪% વસ્તી ધરાવતા સમાજનો યુવાન મુખ્યમંત્રી બને છે. પરંતુ ૧૭% વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજને ન તો મુખ્યમંત્રી બનવા દેવામાં આવે છે કે ન તો ડેપ્યુટી CM. ઓવૈસીએ આને ‘સામાજિક ન્યાય’ નહીં પણ ‘રાજકીય ભેદભાવ’ ગણાવ્યો.

મહાગઠબંધને તેજસ્વી યાદવને CM અને VIP ચીફ મુકેશ સહનીને ડેપ્યુટી CMના ઉમેદવાર જાહેર કર્યા છે. ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવ્યો કે હાલમાં VIPનો એક પણ ધારાસભ્ય કે સાંસદ નથી, છતાં તેમને ડેપ્યુટી CM પદ ઓફર કરાયું છે. ઓવૈસીએ આ સાથે નીતિશ કુમાર (JDU), લાલુ પ્રસાદ (RJD) અને વડાપ્રધાન મોદી (BJP) પર પણ નિશાન સાધ્યું, આક્ષેપ કર્યો કે કોઈ પણ મુસ્લિમોના અધિકારોની વાત કરતું નથી. તેમણે કહ્યું કે જ્યારે તેઓ મુસ્લિમોની વાત કરે છે, ત્યારે તેમને ભાજપની “બી-ટીમ” કહી દેવામાં આવે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!