બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલમાન પર ફરી એકવાર ગંભીર આક્ષેપો કરીને સનસનાટી મચાવી છે.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલમાન પર ફરી એકવાર ગંભીર આક્ષેપો કરીને સનસનાટી મચાવી છે. સોમીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે સલમાન ખાન તેની જિંદગીની પાછળ પડ્યા છે અને 2025 માં પણ તેને હેરાન કરી રહ્યા છે. સોમીએ જણાવ્યું કે તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સલમાને ધમકી આપી હતી. તેણીએ કહ્યું કે, સલમાને તેને ચેતવણી આપી હતી કે જો તે તેના વિશે કંઈપણ કહેશે, તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે.
સોમી અલીએ વધુમાં એવો દાવો કર્યો કે સલમાને માત્ર ધમકી જ નથી આપી, પરંતુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી તેને ‘બોયકોટ’ પણ કરાવી દીધી છે. તેના મતે, ઇન્ડસ્ટ્રીના તેના તમામ મિત્રો હવે તેનાથી દૂર થઈ ગયા છે, અને હવે સલમાને હોલિવૂડમાં પણ આવું કરવાનું શરૂ કર્યું છે. સોમીએ કહ્યું કે તેણે 1998માં સલમાન સાથે બ્રેકઅપ કર્યું હતું કારણ કે અભિનેતાએ તેને દગો આપ્યો હતો, છતાં 2025 માં પણ તે તેને હેરાન કરી રહ્યો છે. સોમીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેના અને તેના NGO ‘નો મોર ટીયર્સ’ને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.











