ગાંધીનગરના PDPU રોડ પર આવેલું ધ હિલ વોટરફોલ આ 31મી ડિસેમ્બરે એક ભવ્ય અને અનોખી ઇવેન્ટ લઈને આવ્યું છે. સામાન્ય પાર્ટી પ્લોટ કે ડિસ્કોથેકથી કંટાળેલા લોકો માટે આ જગ્યા એક નવો અનુભવ લઈને આવશે.

ગાંધીનગર, મંગળવાર
નવા વર્ષ 2026ને આવકારવા માટે અને વર્ષ 2025ના આગમનની ઉજવણી કરવા માટે ગાંધીનગરવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શહેરીજનો કંઈક નવું અને અલગ શોધતા હોય છે, ત્યારે આ વર્ષે ગાંધીનગરમાં એક એવી ઇવેન્ટ યોજાવા જઈ રહી છે જેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. ગિફ્ટ સિટી રોડ અને PDPU રોડ પર આવેલા ‘ધ હિલ વોટરફોલ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર ‘પિરામિડ થીમ’ પર આધારિત ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈજીપ્ત અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ
સામાન્ય રીતે પાર્ટી પ્લોટમાં માત્ર લાઈટિંગ અને મ્યુઝિક જોવા મળતું હોય છે, પરંતુ ‘ધ વોટરફોલ હિલ્સ’ ખાતે કઈક અલગ જ નજારો જોવા મળશે. આ સ્થળ તેની ‘સેવન ડાઈનેસ્ટી’ (Seven Dynasty) થીમ અને ક્રાંકીટમાંથી બનાવેલા વિશાળ હિલ્સ (ડુંગર) તથા કુત્રિમ ઝરણાં માટે જાણીતું છે.

31 ડિસેમ્બરની ખાસ રાત્રિ માટે અહીં ઈજીપ્ત જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં આવનારા લોકોને વિશાળ પિરામિડ ટાઈપ સ્ટ્રક્ચર અને મમ્મીઝના સ્ટેચ્યુ જોવા મળશે. વોટરફોલના અવાજ અને પિરામિડના સેટ-અપ વચ્ચે લોકોને ગાંધીનગરમાં બેઠા-બેઠા ઈજીપ્તની રોયલ ફીલિંગ આવશે.

4 આર્ટીસ્ટ અને ટેકનો મ્યુઝિકની રમઝટ
ઉજવણીમાં રંગ પૂરવા માટે મનોરંજનની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. યંગ જનરેશનથી લઈને તમામ ઉંમરના લોકો માણી શકે તે માટે કુલ 4 આર્ટીસ્ટ અને લાઈવ સિંગર્સ પર્ફોર્મન્સ આપશે. ખાસ કરીને યુવાનો માટે ‘ટેકનો પ્લે મ્યુઝિક’નું આયોજન છે. કાર્યક્રમનો સમય સાંજે 6.30 થી રાત્રે 12.00 સુધીનો રહેશે.

માત્ર 999 રૂપિયામાં અનલિમિટેડ ફૂડ અને મોકટેલ
મોંઘવારીના સમયમાં લોકોને પોસાય તેવા દરો સાથે લક્ઝરી સુવિધા આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે. ટિકિટના બે સેગમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે:
નોર્મલ ટિકિટ: 999 રૂપિયા
VIP ટિકિટ: 1499 રૂપિયા
સૌથી મહત્વની વાત એ છે કે, આ બંને ટિકિટમાં અનલિમિટેડ ફૂડ અને મોકટેલનો સમાવેશ થાય છે, જેથી મુલાકાતીઓ કોઈ પણ ચિંતા વગર પાર્ટીનો આનંદ માણી શકે.

નવા વર્ષની આ યાદગાર સાંજનો હિસ્સો બનવા માંગતા લોકો માટે આયોજકો દ્વારા રજિસ્ટ્રેશન અને બુકિંગ માટે નંબર 84605 53972 જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગરના PDPU રોડ પર થનારી આ ઈવેન્ટ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.











