અમદાવાદની મેકડોનાલ્ડ્સમાં વેજ ઓર્ડર સામે ચિકન બર્ગર મળતા રેસ્ટોરન્ટને કરાઇ સીલ

અમદાવાદના નરોડામાં મેકડોનાલ્ડ્સ દ્વારા વેજ બર્ગરના ઓર્ડર સામે ચિકન બર્ગર આપવામાં આવતા ગ્રાહકે ફરિયાદ કરી હતી, જેના પગલે AMC એ કાર્યવાહી કરી રેસ્ટોરન્ટ સીલ કરી દીધું છે.

નરોડાના હંસપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સ (McDonald’s) દ્વારા ગ્રાહકની ધાર્મિક ભાવનાઓ દુભાય તેવી ગંભીર બેદરકારી સામે આવી છે. વેજ બર્ગરના ઓર્ડર સામે નોન-વેજ (ચિકન) બર્ગર મોકલી દેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરીને આ રેસ્ટોરન્ટને સીલ મારી દીધી છે.

ઘટનાની વિગત:
શું હતો ઓર્ડર?: ગત ૨૦ જુલાઈની રાત્રે એક ગ્રાહકે ઓનલાઈન ઓર્ડર દ્વારા ‘વેજ સ્પાઈસી પનીર બર્ગર’, ‘ચીઝ બર્ગર’ અને કોકાકોલા મંગાવ્યા હતા.

બેદરકારીનો ખુલાસો:
જ્યારે ઓર્ડર ડિલિવર થયો અને ગ્રાહકે પેકેટ ખોલ્યું, ત્યારે વેજ બર્ગરને બદલે તેમાં ‘સ્પાઈસી ચિકન બર્ગર’ નીકળ્યું હતું. વેજ આહાર લેતા ગ્રાહક માટે આ ખૂબ જ આઘાતજનક હતું. તેમણે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ AMC ના ફૂડ વિભાગમાં પણ લેખિત ફરિયાદ કરી હતી.

AMC ની કડક કાર્યવાહી:
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈને AMC ની ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની ખાદ્ય સુરક્ષા સાથે થયેલી આ ચેડાં અને બેદરકારીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા આ આઉટલેટને સીલ કરી દેવામાં આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!