વ્યાસપીઠ પરથી ગુરુસ્મરણ સાથે દેશ-વિદેશના તમામ શ્રોતાઓને ગુરુપૂર્ણિમા અને વ્યાસપૂર્ણિમાની શુભકામનાઓ

ગુજરાત,મંગળવાર:આવતીકાલે ઉજવાનાર ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી દેશ-વિદેશના તમામ શ્રોતાઓ અને ભાવિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. મોરારીબાપુએ પોતાના સંબોધનમાં ગુરુના મહિમાનું સ્મરણ કરતાં જણાવ્યું કે ગુરુનું સ્થાન જીવનમાં સર્વોચ્ચ છે. ગુરુ જ જ્ઞાન, સંસ્કાર અને સાચા માર્ગનું દર્શન કરાવે છે. તેમણે વ્યાસપીઠ પરથી વ્યાસપૂર્ણિમા તેમજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ માટે પ્રાર્થના વ્યક્ત કરી.
મોરારીબાપુના આ સંદેશને શ્રોતાઓએ ભાવપૂર્વક સ્વીકાર્યો અને ગુરુના મહિમાને જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.










