ફિક્સ્ડ ડિપોઝિટના નિયમોમાં મોટા ફેરફારો, RBI નો નવો આદેશ 1 ઓક્ટોબરથી લાગુ

RBI દ્વારા એફડીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ ૧ ઓક્ટોબરથી બેંકોએ સમાન શરતો પર તમામ શાખાઓમાં સરખા વ્યાજ દરો આપવા પડશે અને વેબસાઇટ પર માહિતી મૂકવી પડશે.

જો તમે તમારી બચત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બેંક ડિપોઝિટના વ્યાજ દરોને નિયંત્રિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. RBI નો આ નવો નિર્દેશ આગામી ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી દેશભરની તમામ બેંકોમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક એફડીના વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો અને તમામ ગ્રાહકોને સમાન તકો અને લાભો પ્રદાન કરવાનો છે.

નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ

  • શાખાઓ વચ્ચે ભેદભાવ સમાપ્ત: RBI દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, એક જ બેંકની વિવિધ શાખાઓ વચ્ચે વ્યાજ દરોમાં હવે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. જો બે ગ્રાહકો એક જ દિવસે, સમાન રકમ માટે, સમાન સમયગાળા અને શરતો હેઠળ એફડી કરાવે, તો બેંકે તેમને સમાન વ્યાજ દર આપવો પડશે. માત્ર શહેર કે શાખા બદલવાથી અલગ દર મેળવવાની શક્યતા હવે નાબૂદ થશે.

  • વેબસાઇટ પર પારદર્શિતા: નવા નિયમો અનુસાર બેંકોએ હવે પોતાની સત્તાવાર વેબસાઇટ પર તમામ એફડી વ્યાજ દરોની વિગતો અગાઉથી ફરજિયાતપણે મૂકવાની રહેશે, જેથી ગ્રાહકો ઘેર બેઠા જ વિવિધ બેંકોના દરોની તુલના સરળતાથી કરી શકે.

સામાન્ય રોકાણકારો પર શી અસર થશે?

  • છૂટક ડિપોઝિટ સુરક્ષિત: RBI એ સ્પષ્ટતા કરી છે કે ₹૩ કરોડથી ઓછી રકમની એફડી (રિટેલ ડિપોઝિટ) ધરાવતા સામાન્ય રોકાણકારોએ આ ફેરફારોથી ગભરાવાની જરૂર નથી. ૧ ઓક્ટોબરથી તેમની હાલની એફડી પરના વ્યાજ દરોમાં આપમેળે કોઈ ફેરફાર કે ઘટાડો-વધારો થશે નહીં.

  • બલ્ક ડિપોઝિટ માટે અલગ નિયમો: ₹૩ કરોડ કે તેથી વધુ રકમની એક જ ડિપોઝિટને “બલ્ક ડિપોઝિટ” તરીકે ગણવામાં આવશે, જેના માટે અલગ નિયમો લાગુ રહેશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!