રેસ્ટોરન્ટમાં વાસી કે અસ્વચ્છ ખોરાક સામે લડવા માટે FSSAI ની ‘Food Safety Connect’ એપ દ્વારા ગ્રાહકો હવે ઘર બેઠા ફોટા સાથે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે.

જો તમને કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબા પર વાસી કે નબળી ગુણવત્તાનું ખાવાનું પીરસવામાં આવે અથવા તો રસોડામાં ભારે ગંદકી જોવા મળે, તો હવે તમારે મૌન રહેવાની કે અન્યાય સહન કરવાની જરૂર નથી. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ ગ્રાહકોની સુરક્ષા માટે એક ખાસ ડિજિટલ સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.
‘ફૂડ સેફ્ટી કનેક્ટ’ એપ દ્વારા ફરિયાદ
FSSAI એ ગ્રાહકોને સશક્ત બનાવવા માટે પોતાની ‘Food Safety Connect’ મોબાઇલ એપ્લિકેશનને વધુ અદ્યતન બનાવી છે.તસવીર અપલોડ કરો: જો તમને ખોરાકમાં ગડબડ, ગંદકી કે વાસી ખોરાક દેખાય તો ઘટનાસ્થળે જ તેનો ફોટો પાડીને એપ પર અપલોડ કરવાનો રહેશે.ફરિયાદ કરતી વખતે સંબંધિત હોટલ/રેસ્ટોરન્ટનું નામ, સરનામું, બ્રાન્ડ અને જો ઉપલબ્ધ હોય તો તેમનો FSSAI લાઇસન્સ નંબર પણ દર્શાવવાનો રહેશે.










