પાકિસ્તાનમાં મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ: નમાઝ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસ લાઈન નજીકની મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન થયેલા ભીષણ બ્લાસ્ટમાં ૫ પોલીસકર્મી સહિત ૧૬ લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શુક્રવારે નમાઝ દરમિયાન એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ લાઈન નજીક આવેલી મસ્જિદમાં થયેલા આ શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિસ્ફોટની ભયાનકતા અને બચાવ કામગીરી

  • પોલીસકર્મીઓ સહિત ૧૬ના મોત: મળતી પ્રાથમિક માહિતી મુજબ, શુક્રવારની નમાઝ સમયે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે જ અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. માર્યા ગયેલા ૧૬ લોકોમાં ૫ પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

  • કાટમાળ નીચે ફસાયા લોકો: વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મસ્જિદના મકાન અને આસપાસના વિસ્તારને ભારે નુકસાન પહોંચ્યું છે. સોશિયલ મીડિયા અને ટીવી પર વાયરલ થયેલા વીડિયોમાં કાટમાળ નીચે લોકો દબાયેલા જોવા મળી રહ્યા છે. વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ ખસેડીને લોકોને સુરક્ષિત બહાર કાઢવા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!