અમેરિકાના H-1B વિઝા નિયમો કડક: 1 લાખ ડોલરની ફીનો આદેશ એક વર્ષ લંબાયો, નવો કાર્યક્રમ શરુ

અમેરિકાએ H-1B વિઝા પર ૧ લાખ ડોલરની ફીના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે અને વિદેશી કામદારોની ભરતી કરતી કંપનીઓ પર નજર રાખવા માટે નવો કાર્યક્રમ શરૂ કર્યો છે.

અમેરિકામાં H-1B વિઝાના નિયમોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વધુ એક કડક પગલું ભર્યું છે. ટ્રમ્પ સરકારે H-1B વિઝા ધારકો અને તેને પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરતી કંપનીઓ સામે બે મોટા ઝટકા આપ્યા છે. વ્હાઇટ હાઉસે H-1B વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલરની ફી લગાવવાના જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, સાથે જ વિઝાના દુરુપયોગને રોકવા માટે એક નવો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે.

નવા આદેશ અને ફીની મુખ્ય વાતો

  • ૧ લાખ ડોલરની ફી લંબાઈ: ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૦૨૫માં H-1B વિઝા માટે ૧,૦૦,૦૦૦ ડોલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૬માં સમાપ્ત થવાનો હતો પરંતુ હવે તેને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. અગાઉ આ ફી ૨,૦૦૦ થી ૫,૦૦૦ ડોલરની આસપાસ હતી. જોકે, આ મામલે કાનૂની લડાઈ ચાલી રહી છે અને અદાલતે અગાઉ તેને ગેરકાયદેસર ગણાવીને ફી વસૂલવાથી રોકી હતી.

  • નવો દેખરેખ કાર્યક્રમ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા નવા આદેશ મુજબ H-1B વિઝાના ઉપયોગ પર કડક દેખરેખ રાખવા માટે એક વિશેષ કાર્યક્રમ શરૂ કરાયો છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રખાશે જેઓ અમેરિકન કર્મચારીઓની જગ્યાએ ઓછા પગારવાળા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખે છે.

  • H-1B વિઝા શું છે?: H-1B એ અમેરિકાનો એવો વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી શિક્ષિત અને ખાસ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સને નોકરી માટે બોલાવે છે. ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્વપૂર્ણ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!