ગુજરાતમાં મેઘરાજાનો રૌદ્ર અવતાર: ગીર સોમનાથ અને અરવલ્લીમાં 3 ઇંચથી વધુ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગીર સોમનાથ અને અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ ૩.૦૭ ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા મુજબ, તા. ૧૮ થી ૧૯ સપ્ટેમ્બર સવારે ૬ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ ૩.૦૭ ઇંચ વરસાદ ખાબક્યો છે.

ઉત્તર ગુજરાતમાં મેઘમહેર અને તાલુકાવાર આંકડા

ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ અને બનાસકાંઠામાં ભારે વરસાદ નોંધાયો છે:

  • અરવલ્લી જિલ્લો: મેઘરજ તાલુકામાં સૌથી વધુ ૩.૦૭ ઇંચ, મોડાસામાં ૨.૩૬ ઇંચ અને બાયડમાં ૧.૭૭ ઇંચ વરસાદ નોંધાયો છે.

  • સાબરકાંઠા જિલ્લો: તાલોદ તાલુકામાં ૨.૫૨ ઇંચ, વડાલીમાં ૧.૬૫ ઇંચ, ઈડરમાં ૧.૩૦ ઇંચ અને હિંમતનગરમાં ૧.૧૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

  • બનાસકાંઠા જિલ્લો: દાંતામાં ૧.૫૦ ઇંચ અને હડાદમાં ૧.૩૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!