ગાંધીનગર મનપા ચૂંટણી: ‘આપ’ની 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, વોર્ડ 10માં કિન્નર ઉમેદવારને ટિકિટ

આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપા ચૂંટણી માટે ૨૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં વોર્ડ નં. ૧૦માં કિન્નર ઉમેદવાર એન્જલ માસીને ટિકિટ આપવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ પ્રથમ યાદીમાં કુલ ૨૩ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પાર્ટી દ્વારા વોર્ડ નંબર ૧૦માં પારેખ જય શૈલેષભાઈ (એન્જલ માસી) નામના કિન્નર ઉમેદવારને ટિકિટ આપીને એક મોટું પગલું ભરવામાં આવ્યું છે, જે હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અગાઉથી કોઈ મેયર ચહેરો જાહેર નહીં કરે, પરંતુ ચૂંટણી પરિણામો બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ મેયર નક્કી કરવામાં આવશે.

મનોજ સોરઠિયાનું નિવેદન અને પક્ષની રણનીતિ

  • ગાંધીનગરની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર: આપ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં ‘દીવા તળે અંધારું’ જેવી સ્થિતિ છે અને ભાજપના ભ્રષ્ટ વહીવટના કારણે શહેર અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે.

  • ગતો ચૂંટણીના પ્રદર્શનની યાદ: ગત ચૂંટણીમાં ગાંધીનગરની જનતાએ ‘આપ’ને ૨૧ ટકા જેટલા મત આપીને એક કોર્પોરેટરને જીતાડ્યા હતા, જેમણે ભાજપના પ્રલોભનોથી દૂર રહીને જનસેવા કરી હતી. આ વખતે પણ પક્ષ દ્વારા શિક્ષિત યુવાનો અને સામાજિક કાર્યકરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ગાંધીનગરને વૈશ્વિક શહેર બનાવવાનો સંકલ્પ લેવાયો છે.

  • સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગને સ્થાન: પક્ષે વોર્ડ નંબર ૧૦માં કિન્નર ઉમેદવારને ટિકિટ આપીને સમાજના હાસિયામાં ધકેલાયેલા વર્ગને મુખ્ય પ્રવાહ અને રાજકીય મંચ પર સ્થાન આપવા તરફ મહત્વનું યોગદાન આપ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!