અમદાવાદ ED એ બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ (EIL) સામે મોટી કાર્યવાહી કરી યસ બેંકમાંથી રોકડ અને શેર મળીને કુલ ₹૪૩.૬૫ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અમદાવાદ ઝોનલ ઑફિસે બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી અંતર્ગત મેસર્સ ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ (EIL) કંપની સામે લાલ આંખ કરીને કરોડો રૂપિયાની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી છે.
ED ની કાર્યવાહી અને જપ્ત કરાયેલી સંપત્તિની વિગતો
-
કુલ ₹૪૩.૬૫ કરોડની સંપત્તિ જપ્ત: ED ની ટીમે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા મેસર્સ ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ (EIL) ની કુલ રૂ. ૪૩.૬૫ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
-
યસ બેંકમાંથી રોકડ જપ્ત: ED દ્વારા ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં યસ બેંકમાં (Yes Bank) આવેલા EIL કંપનીના બે બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે, જેમાં રહેલી રૂ. ૨૫.૦૮ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
-
પ્રમોટરોના શેર ટાંચમાં લેવાયા: રોકડ રકમ ઉપરાંત ED એ કંપનીના પ્રમોટરો પાસે રહેલા ૧૩.૫૭ લાખ શેર પણ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૧૮.૫૭ કરોડ આંકવામાં આવી રહી છે.










