વાહનોના PUC સર્ટિફિકેટના નિયમો બદલાયા: BS-1થી BS-6 માટે નવી સમયમર્યાદા જાહેર

કેન્દ્ર સરકારે વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUCના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે વાહનના BS ઉત્સર્જન ધોરણ, ઉંમર અને ઉપયોગના આધારે સર્ટિફિકેટની માન્યતા નક્કી થશે.

કેન્દ્ર સરકારે વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUCના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે વાહનના BS ઉત્સર્જન ધોરણ, ઉંમર અને ઉપયોગના આધારે સર્ટિફિકેટની માન્યતા નક્કી થશે. નવા નિયમો 16 નવેમ્બર 2026થી અમલમાં આવ્યા છે.

BS-1થી BS-4 વાહનો માટે નવા નિયમો

નવા નિયમો પ્રમાણે BS-1, BS-2 અને BS-3 વાહનોના PUC સર્ટિફિકેટની માન્યતા ત્રણ મહિના રહેશે. જ્યારે BS-4 વાહનો માટે છ મહિનાની માન્યતા નક્કી કરવામાં આવી છે.

BS-6 ખાનગી વાહનો માટે કેટલા વર્ષ માન્યતા?

BS-6 ખાનગી વાહનો માટે ઉંમર પ્રમાણે અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

  • 6 વર્ષ સુધીનાં વાહનો: 3 વર્ષ
  • 6થી 10 વર્ષનાં વાહનો: 1 વર્ષ
  • 10 વર્ષથી જૂનાં વાહનો: 6 મહિના

BS-6 કોમર્શિયલ વાહનો માટે નિયમો

કોમર્શિયલ વાહનો માટે અલગ સમયમર્યાદા રાખવામાં આવી છે.

  • 6 વર્ષ સુધીનાં વાહનો: 2 વર્ષ
  • 6થી 10 વર્ષનાં વાહનો: 1 વર્ષ
  • 10 વર્ષથી જૂનાં વાહનો: 6 મહિના

જૂના PUC સર્ટિફિકેટનું શું થશે?

હાલના PUC સર્ટિફિકેટ તેમની મૂળ એક્સપાયરી તારીખ સુધી માન્ય રહેશે. નવા નિયમોનો અમલ જૂના સર્ટિફિકેટના પ્રથમ રિન્યુઅલ વખતે થશે.

સર્ટિફિકેટની મુદત પૂરી થવાના 10 દિવસ પહેલાં રિન્યુઅલ કરાવવાથી નવું સર્ટિફિકેટ જૂની મુદત પૂરી થયાની તારીખથી લાગુ થશે. મુદત પૂરી થયા પછી રિન્યુઅલ કરાવશો તો નવી માન્યતા રિન્યુઅલની તારીખથી શરૂ થશે.

આ ફેરફારથી નવા BS-6 વાહનમાલિકોને રાહત મળશે, જ્યારે જૂનાં વાહનો માટે નિયમિત પ્રદૂષણ તપાસ જરૂરી બનશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!