સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકની UPI સેવા 19 નવેમ્બર, 2026ના રોજ 45 મિનિટ માટે અસ્થાયી રૂપે બંધ રહેશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકની UPI સેવા 19 નવેમ્બર, 2026ના રોજ 45 મિનિટ માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. બેંક દ્વારા નિર્ધારિત મેઇન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે રોજિંદા વ્યવહારો માટે Google Pay, PhonePe કે અન્ય UPI એપનો ઉપયોગ કરો છો, તો સમય જાણી લેવો જરૂરી છે.
કયા સમયે બંધ રહેશે SBIની UPI સેવા?
SBIએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે 19 નવેમ્બરે રાત્રે નહીં, પરંતુ વહેલી સવારે 1:15થી 2:00 વાગ્યા સુધી UPI સેવા ઉપલબ્ધ રહેશે નહીં.બેંકે જણાવ્યું છે કે મેઇન્ટેનન્સની કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પણ પૂર્ણ થઈ શકે છે. આ અસુવિધા બદલ SBIએ ગ્રાહકોની માફી પણ માંગી છે.
UPI બંધ હશે ત્યારે કેવી રીતે કરી શકશો પેમેન્ટ?
સામાન્ય UPI સેવા બંધ હોવા છતાં ગ્રાહકો UPI Liteનો ઉપયોગ કરી શકશે. આ સુવિધા નાના વ્યવહારો માટે બનાવવામાં આવી છે.UPI Liteમાં અગાઉથી પૈસા ઉમેરેલા હોય તો દરેક પેમેન્ટ વખતે UPI PIN નાખવાની જરૂર પડતી નથી. ઉપલબ્ધ બેલેન્સમાંથી સીધી ચુકવણી કરી શકાય છે.
UPI Liteમાં કેટલી છે પેમેન્ટની મર્યાદા?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ UPI Liteમાં એક ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ ₹1,000ની મર્યાદા છે. જ્યારે વોલેટમાં વધુમાં વધુ ₹5,000નું બેલેન્સ રાખી શકાય છે.આથી SBIની નિયમિત UPI સેવા બંધ રહે તે દરમિયાન નાના પેમેન્ટ માટે UPI Lite ઉપયોગી વિકલ્પ બની શકે છે.
ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?
જો 19 નવેમ્બરની વહેલી સવારે કોઈ જરૂરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય, તો અગાઉથી આયોજન કરી લેવું. ખાસ કરીને નિયમિત UPI વ્યવહારો પર આધાર રાખતા ગ્રાહકોએ આ સમયગાળો ધ્યાનમાં રાખવો.મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ સામાન્ય UPI સેવા ફરી શરૂ થવાની અપેક્ષા છે. જોકે, બેંકે કામગીરી વહેલી પૂર્ણ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.










