સાઉદી અરેબિયા જતી Air Indiaની તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી રદ, મુસાફરોને ફુલ રિફંડની સુવિધા

Air India અને Air India Expressએ સાઉદી અરેબિયાના જેદ્દાહ, રિયાધ અને દમ્મામ જતી તથા ત્યાંથી આવતી ફ્લાઇટ્સ 30 નવેમ્બર 2026 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

સાઉદી અરેબિયા જવાની તૈયારી કરી રહેલા ભારતીય મુસાફરો માટે મહત્વના સમાચાર છે. Air India અને Air India Expressએ સાઉદી અરેબિયાના જેદ્દાહ, રિયાધ અને દમ્મામ જતી તથા ત્યાંથી આવતી ફ્લાઇટ્સ 30 નવેમ્બર 2026 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇન્સે આ નિર્ણય લીધો છે. આ જાહેરાતથી આ સમયગાળા દરમિયાન મુસાફરીનું આયોજન કરનારા મુસાફરોને અસર થશે.

ટિકિટ રદ કરાવવા પર મળશે સંપૂર્ણ રિફંડ

એરલાઇન્સની નવી ટ્રાવેલ એડવાઇઝરી મુજબ, 30 નવેમ્બર સુધીની મુસાફરી માટે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને રાહત આપવામાં આવી છે.

23 નવેમ્બર 2026ના રોજ અથવા તે પહેલાં ઇશ્યૂ થયેલી ટિકિટ ધરાવતા મુસાફરો નીચેના વિકલ્પ પસંદ કરી શકશે:

  • ટિકિટ રદ કરાવીને સંપૂર્ણ રિફંડ મેળવી શકશે.
  • ઉપલબ્ધતા મુજબ કોઈ વધારાના ચાર્જ વિના મુસાફરીની તારીખ બદલી શકશે.

14 ડિસેમ્બર સુધી મુસાફરી કરી શકાશે

જે મુસાફરો પોતાની મુસાફરીની તારીખ બદલવા માગે છે, તેઓ 14 ડિસેમ્બર 2026 સુધી નવી મુસાફરી કરી શકશે.

Air Indiaના મુસાફરો સાઉદી અરેબિયામાં એરલાઇનના કાર્યરત કોઈપણ સ્ટેશન માટે મુસાફરીનું રીશેડ્યૂલિંગ કરાવી શકશે.

જ્યારે Air India Expressના મુસાફરો સાઉદી અરેબિયા અથવા બહેરીનમાં એરલાઇનના કાર્યરત સ્ટેશન માટે નવી મુસાફરી પસંદ કરી શકશે. આ સુવિધા ઉપલબ્ધતા પર આધારિત રહેશે.

રિફંડ અને ટિકિટ બદલવા માટે હેલ્પલાઇન નંબર

મુસાફરો ટિકિટ રદ કરાવવા અથવા મુસાફરીની તારીખ બદલાવવા માટે એરલાઇન્સના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરી શકે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!