ગાંધીનગરનાં આદીવાડામાં બે મહિલા બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો : ફરાર મહિલા બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો

ગાંધીનગરનાં આદીવાડામાં બે મહિલા બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

ગાંધીનગર, સોમવાર : ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે આદીવાડાના મકાનોમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને બે મહિલા બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. મહિલા બુટલેગરો સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દારૂનું વેચાણ બંધ થતું નથી. નાના મોટા બુટલેગરો દ્વારા પર પ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. એલસીબી-1 પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, આદિવાડામાં રહેતી રીઢી બુટલેગર સવિતાબેન મુકેશભાઈ દંતાણી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહી છે.જેનાં પગલે મહિલા ટીમને સાથે રાખી આદીવાડાનાં દંતાણી વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘરે સવિતા દંતાણી મળી આવી ન હતી અને તેના ઘરની પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની 30 બોટલો મળી આવી હતી. જેથી વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરીને મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તો અન્ય એક મહિલા બુટલેગર રેખા અશ્વિનભાઈ દંતાણીના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી પણ નવ જેટલી વિદેશી દારૂની બોટલ કબજે કરીને તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂના બુટલેગર ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ જિલ્લામાં દારૂની આ બદી અટકવાનું નામ જ લેતી નથી.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!