પૂર્વ CM વિજય રુપાણીના નિધનને લઈ રાજકોટ શોકમગ્ન, શહેરની 650થી વધારે શાળાઓ રહેશે બંધ

પૂર્વ મુખ્યમંત્રી સહિત રાજકોટના ત્રણ લોકોના પ્લેન ક્રેશમાં મોત : પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં નીકળશે.

ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે, ત્યારે રાજકોટની 650 કરતા વધારે શાળાઓ આજે બંધ રહેશે અને શૈક્ષણિક કાર્ય બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવશે. તો બીજીતરફ રાજકોટમાં આજે અડધો દિવસ ધંધા રોજગારને બંધનું એલાન આપવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન અપાયું છે અને બપોર સુધી રાજકોટની સોની બજાર પણ બંધ રહેશે.

પ્લેન દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રુપાણીનું નિધન

પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે ત્યારે આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધનું એલાન આપવામાં આવ્યું છે, ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા બંધનું એલાન અપાયું છે. પુત્ર ઋષભ અમેરિકાથી અમદાવાદ પરત ફર્યા છે અને પુત્ર ઋષભ ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા છે, DNA રિપોર્ટ બાદ મૃતદેહને રાજકોટ લઈ જવાશે અને ત્યારબાદ પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં નીકળશે.

પૂર્વ મુખ્યમંત્રી સહિત રાજકોટના ત્રણ લોકોના પ્લેન ક્રેશમાં મોત

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સહિત રાજકોટના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ત્રણેય મૃતકોના મૃતદેહની ઓળખ માટે પરિવારના સભ્યોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. શુક્રવારે ડાંગર પરિવારના વૃધ્ધાના રાજકોટથી સેમ્પલ લઈ અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં ગત ગુરૂવારે એર ઈન્ડુયાની લંડન જતી ફલાઈટ બી. જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર તૂટી પડતા ફલાઈટમાં સવાર તમામ મુસાફરોના મોત નિપજ્યા છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!