IAS અશ્વિની કુમાર, IAS એમ. થેન્નારાસનની બદલીનાં આદેશ કરાયા, સાથે જ સચિવાલયમાં 9 DYSO ની બદલીનાં પણ આદેશ

ગાંધીનગર, મંગળવાર :રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં 13 જેટલા IAS અધિકારીઓની બદલીનાં આદેશ કરાયા છે. અશ્વિની કુમાર સરકારની શહેરી વિકાસ વિભાગમાંથી બદલી કરાઈ છે અને તેમને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં અગ્ર સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ 9 નાયબ સેક્શન અધિકારી (DYSO) ની બદલીનાં પણ આદેશ કરાયા છે.
રાજ્યમાં 13 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. માહિતી અનુસાર, સરકારનાં શહેરી વિકાસ વિભાગમાંથી IAS અશ્વિની કુમારની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં વિભાગનાં અગ્ર સચિવ તરીકે નિયુક્તિ કરાઈ છે. જ્યારે IAS રમેશચંદ મીણાને બંદરો અને પરિવહન વિભાગનાં અગ્ર સચિવ પદનો વધારાનો હવાલો સોંપાયો.
ઉપરાંત, IAS જેનુ દેવનને બદલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, વડોદરાનાં મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે IAS પ્રભાવ જોશી કલેક્ટર, રાજકોટની બદલી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડનાં એમડી તરીકે થઈ છે. આ સાથે અન્ય IAS અધિકારીઓની બદલીની પણ જાહેરાત કરાઈ છે. આ સિવાય સચિવાલય સંવર્ગમાં પણ બદલીઓનાં આદેશ કરાયા છે. 9 નાયબ સેક્શન અધિકારી (DYSO) ની બદલી કરાઈ છે.











