રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં : ભગવાન જગન્નાથ આ શાહી વાઘા પહેરશે

આ વર્ષે પ્રથમ વખત મદ્રાસી ડિઝાઇનના શંખ અને ચક્રના ચિન્હ ધરાવતા હાર ભગવાન પહેરશે : જેમાં ભગવાનનું અલૌકિક દર્શન કરવાનો લહાવો ભક્તોને મળશે

ભગવાન જગન્નાથ આ શાહી વાઘા પહેરશે

અમદાવાદ, શનિવાર : રથયાત્રાને હવે બહુ દિવસ બાકી રહ્યા નથી. અમદાવાદમાં રથયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ તૈયારી કરવામાં આવી છે. નગરનાથ જ્યારે નગર યાત્રાએ નિકળવાના છે ત્યારે નગરજનો અને મંદિર પ્રશાસન આયોજનમાં જોતરાઇ ગયું છે. ત્યારે આ વર્ષે રથયાત્રા દરમ્યાન ભગવાન કયા દિવસે કયા શૃંગાર ધારણ કરશે અને કયા વાઘા પહેરીને ભક્તોને દર્શન આપશે તે જોઈશું.

આ વર્ષે પ્રથમ વખત મદ્રાસી ડિઝાઇનના શંખ અને ચક્રના ચિન્હ ધરાવતા હાર ભગવાન પહેરશે. જેમાં ભગવાનનું અલૌકિક દર્શન કરવાનો લહાવો ભક્તોને મળશે.અમાસના દિવસે આસમાની કલરના વેલ્ટના વાઘા પર રેશમની દોરીની સાથે બારીક ડિઝાઈન કરવામાં આવી છે.અમાસના દિવસે એક છોગાની 9 કલરથી તૈયાર કરેલી પાઘ ભગવાન ધારણ કરશે. આ પાઘ પહેરીને ભગવાન ભક્તોને દર્શન આપશે.ત્યારબાદ એકમના દિવસે રાણી કલરના સિલ્કના સ્ટોન વર્કના વાઘા પહેરીને દર્શન આપશે. એકમના દિવસે રજવાડી પાઘ બનારસી થીમ પર સ્ટોન વર્કથી તૈયાર કરવામા આવી છે.બીજના દિવસે પીળા પીતાંબર ગોટા પત્તીથી તૈયાર કરવામાં આવેલા વાઘા ધારણ કરી ભગવાન નગરયાત્રાએ નીકળશે. પાઘ ગોટા પત્તા વાળી એક છોગા વાળી મોરપીંછ વાળી પાઘ પહેરી નગરયાત્રાએ નીકળશે.મંગળા આરતી સમયે બનારસી લાલ રંગના મોરની ડિઝાઇન વાળા કસબ વર્ગના હેવી વાઘા ધારણ કરશે. મંગળા આરતી સમયે બે છોગા વાળી સ્ટોન વર્ક અને મિરર ઈમેજ ધરાવતી લાલ અને પીળા રંગની પાઘ ધારણ કરાવશે. નગરયાત્રા કર્યા બાદ ત્રીજના દિવસે ભગવાન જાંબલી રંગના સિલ્કના વાઘા રેશમ અને કસબ વર્ક થી તૈયાર કરાયેલ ઓછા વજનવાળા વાઘા પહેરાવશે. ત્રીજના દિવસે એક છોગાની પાઘ જાંબલી રંગના સિલ્કના વાઘા રેશમ અને કસબ વર્ક થી તૈયાર કરવામાં આવી છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!