રશ્મિકા હવે નહીં માત્ર હિરોની પ્રેમિકા, જોવા મળશે વીરાંગનાના અવતારમાં

અત્યારે સુધી રશ્મિકાએ મોટાભાગે પુરુષપ્રધાન ફિલ્મોમાં પ્રેમિકા કે પત્નીની ગૌણ ભૂમિકા ભજવી છે : કદાચ રશ્મિકા પણ આ છાપ ભૂંસવા માગે છે

રશ્મિકા હવે નહીં માત્ર હિરોની પ્રેમિકા

મુંબઈ, શુક્રવાર : પુષ્પા’ અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર રશ્મિકા મંધાનાનું ફિલ્મી સફર હવે નવો વળાંક લેતું જણાય છે. હાલ રિલીઝ થયેલા પોસ્ટર પરથી સંકેત મળ્યો છે કે રશ્મિકા પ્રથમવાર એક ફિમેલ સેન્ટ્રિક ફિલ્મમાં વીરાંગનાની દમદાર ભૂમિકા ભજવી રહી છે. હથિયાર સાથે જંગલમાં ઊભેલી અને પૃષ્ઠભૂમિમાં સળગતું વૃક્ષ બતાવતું પોસ્ટર ચાહકોમાં ઉત્સુકતા જગાવે છે.

અત્યારે સુધી રશ્મિકાએ મોટાભાગે પુરુષપ્રધાન ફિલ્મોમાં પ્રેમિકા કે પત્નીની ગૌણ ભૂમિકા ભજવી છે, પણ હવે એવું લાગે છે કે તે પોતાની કલાત્મક રેન્જ અને સ્ત્રી કેન્દ્રી કથાને દૃઢપણે પરિભાષિત કરવા તૈયાર છે. ચાહકોને આશા છે કે આ ફિલ્મમાં રશ્મિકાનું પાત્ર માત્ર સુંદરતા નહિ, પણ શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતિક બનશે. કદાચ રશ્મિકા પણ આ છાપ ભૂંસવા માગે છે તેવું તેની નવી ફિલ્મના પોસ્ટર પરથી જમાય છે. આ ફિલ્મમાં રશ્મિકા જંગલમાં એક હથિયારધારી મહિલા તરીકે જોવા મળે છે. તેની સાથે જંગલનું વૃક્ષ સળગતી હાલતમાં દેખાય છે. તેના પરથી ચાહકોને રશ્મિકાનું પાત્ર દમદાર હશે તેવી આશા જાગી છે.’પુષ્પા’ ફિલ્મ પછી રશ્મિકાને નેશનલ ક્રશનું ટેગ મળ્યું હતું. તેનાં સદનસીબે તેની મોટાભાગની ફિલ્મો સુપરહિટ થઈ છે. પરંતુ હજુ સુધી તેને ભાગે કેરિયરમાં યાદગાર કહેવાય એવું પાત્ર ભજવવાનું આવ્યું નથી.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!