પોલીસ બેડામાં મોટા ફેરફારો: ગુજરાતના DGP વિકાસ સહાય આજે નિવૃત થશે, જાણો કોણ છે પ્રબળ દાવેદાર!

પોલીસ બેડામાં આ તમામ નામોની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ રાજ્ય સરકાર કોના નામ પર મહોર મારશે તે અંગેની સત્તાવાર જાહેરાત આજે થવાની શક્યતા છે. આ નિર્ણય પર સમગ્ર પોલીસ દળ અને રાજ્યની નજર રહેશે.

અમદાવાદ, સોમવાર
ગુજરાત પોલીસ બેડામાં આજે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના વર્તમાન પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાય આજે તેમના પદ પરથી નિવૃત થઈ રહ્યા છે. જોકે, તેમને 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે તેવી ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે, જેના પર આજે નિર્ણય આવી શકે છે.

નવા DGP માટેના પ્રબળ દાવેદારો કોણ?
વિકાસ સહાયની નિવૃત્તિને પગલે ગુજરાતના નવા પોલીસ વડા કોણ હશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. હાલમાં, ઘણા સિનિયર IPS ઓફિસર્સના નામ આ રેસમાં આગળ છે.

જી.એસ. મલિક: તેમનું નામ નવા DGP તરીકે સૌથી મોખરે છે. તેમની સર્વિસ રેકોર્ડ અને કાર્યક્ષમતાને જોતા તેમને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

કે.એલ.એન. રાવ: સિનિયોરિટી પ્રમાણે તેમનું નામ પણ પ્રબળ દાવેદારોમાં સામેલ છે.

મનોજ અગ્રવાલ: વિકાસ સહાય પછી સિનિયોરિટીમાં તેમનું નામ આવે છે. તેઓ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત થઈ રહ્યા હોવાથી, તેમને 3 મહિના માટે ઈન્ચાર્જ DGP તરીકેનો ચાર્જ સોંપવામાં આવી શકે છે તેવી પણ ચર્ચા છે.

એક્સટેન્શન અને ઈન્ચાર્જ ચાર્જની શક્યતા
વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળે તેવી શક્યતાઓ હજુ પણ જીવંત છે. જો તેમને એક્સટેન્શન ન મળે, તો DGPનો ચાર્જ કોઈ સિનિયર અધિકારીને ઈન્ચાર્જ તરીકે પણ સોંપવામાં આવી શકે છે.

અન્ય સિનિયર અધિકારીઓ ચર્ચામાં
મનોજ અગ્રવાલ ઉપરાંત શમશેરસિંઘ પણ સિનિયર અધિકારી છે. તેઓ હાલમાં ડેપ્યુટેશન પર છે અને વર્ષ 2026માં નિવૃત થવાના છે. તેમને નિવૃત થવામાં લગભગ 9 મહિના બાકી હોવાથી, તેમનું નામ પણ ચર્ચામાં છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!