ઓલા દ્વારા ‘ફ્લેટ ફી’ મોડલ લાગુ : ડ્રાઈવર્સને શું ફાયદો થશે ? જાણો

જેમાં ડ્રાઈવરો દરરોજ માત્ર ₹67 ફિક્સ ચાર્જ ચૂકવીને બાકી તમામ કમાણીનો 100% હિસ્સો પોતે રાખી શકે છે

ઓલા દ્વારા ફ્લેટ ફી મોડલ લાગુ

ન્યુ દિલ્હી,  મંગળવાર : આ મોડલ હેઠળ હવે ઓલાએ પહેલા જેવો 20-25% કમિશન નહીં લે, જેનાં કારણે અનુભવી અને વધુ ટ્રિપ કરનારા ડ્રાઈવરો માટે મહિને આશરે ₹10,000 જેટલી વધારાની કમાણી શક્ય છે. આ પગલું વધતી સ્પર્ધા સામે ટકી રહેવા, ડ્રાઈવર સેટિસ્ફેક્શન સુધારવા અને ઓલાની ઘટતી માર્કેટ શેયર સુધારવા માટે લેવામાં આવ્યું છે.આ સાથે ડ્રાઈવરો પર આર્થિક જોખમ પણ વધી ગયું છે. ઓછા ઓર્ડર વાળા વિસ્તારોમાં રહેતા ડ્રાઈવરો માટે દરરોજનો ₹67 ફી નુસાર નફો કરવો મુશ્કેલ બની શકે છે. કંપની માટે આ મોડલ ટેક આધારિત કાર્યક્ષમતા લાવશે અને ખર્ચ ઘટાડશે, પણ નવો ડ્રાઈવર જૂથ માટે આ મોડલ સફળ રહેશે કે નહિ, એ સમય બતાવશે.ઓલાએ કેબ સર્વિસમાં વધતી જતી સ્પર્ધાને પગલે ‘ફ્લેટ ફી’ મોડલ લાગુ કર્યું છે. તેનાથી ઓલાની કેબ ચલાવતા ડ્રાઈવર્સને ફાયદો થશે તેવું કંપનીનું કહેવું છે. કેબ એગ્રીગેટર સર્વિસ આપતી કંપની ઓલા (Ola)એ તાજેતરમાં જ તેના કેબ ડ્રાઈવર્સ માટે ‘ફ્લેટ ફી’ મોડલ લાગુ કર્યું છે. જે અંતર્ગત ડ્રાઈવર હવે રોજના 67 રૂપિયા ફિક્સ્ડ ચાર્જ ચૂકવીને પોતાની બાકીની કમાણીનો 100 ટકા હિસ્સો પોતાની પાસે રાખી શકશે. ઓલાએ પગલું વધતી જતી સ્પર્ધાને કારણે ઉઠાવ્યું છે.

રેપિડો અને નમ્મા યાત્રી જેવા નવા પ્લેટર્સે પહેલા જ સોફ્ટવેર એઝ એ સર્વિસ મોડલ લાગુ કરી દીધું હતું. જેમાં ડ્રાઈવર પોતાની બધી કમાણી પોતાની પાસે રાખી શકે છે અને બદલામાં તેમણે એક નિશ્ચિત ચાર્જ કંપનીને આપવાનો હોય છે. ઓલા અને ઉબરે પહેલા આ મોડલ માત્ર ઓટો રિક્ષા સર્વિસ માટે શરૂ કર્યું હતું. ઉબરે વર્ષની શરૂઆતમાં અને ઓલાએ એપ્રિલ 2024માં તેની શરૂઆત કરી હતી. હવે ઓલાએ કેબ સર્વિસમાં પણ આ મોડલ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓલાના સીનિયર અધિકારીઓનું માનવું છે કે, આ પગલાંથી વધતી જતી સ્પર્ધા સામે કંપનીને ટકી રહેવામાં મદદ મળવાની સાથે-સાથે અસંતુષ્ટ ડ્રાઈવર્સને પાછા લાવવાનો પણ એક પ્રયાસ છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ઓલાનો માર્કેટ શેર ઝડપથી ઘટી રહ્યો છે તેમજ સપ્લાય અને ડિમાન્ડ નેટવર્ક પર અસર પડી રહી છે.તે કંપની માટે હતાશ કરનારી સ્થિતિ છે. આ સ્થિતિ માર્જિનને શૂન્ય કરી દેશે. જેથી ઓલાએ વ્યાપક કોસ્ટ કટિંગ કર્યુ છે. તેણે પોતાની એક્વિઝિશન ટીમને વિખેરી નાખી છે, જેમાં એક સમયે 1,000 લોકો કામ કરતા હતા. કંપનીએ ઈન્સેન્ટિવ આપવામાં કાપ મૂક્યો છે અને ઓટોમેશન પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. અન્ય એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલા કંપની 20 ટકા કમિશન લેતી હતી, પરંતુ તેનો લગભગ અડધો હિસ્સો ગ્રાહક અને ડ્રાઈવર્સને ઈન્સેન્ટિવ આપવામાં જતો રહેતો હતો. કંપનીએ ફ્લેટ ચાર્જ મોડલમાં ઈન્સેન્ટિવમાં ઘણો ઘટાડો કર્યો છે અને કોસ્ટના આધારને હટાવી દઈ ટેક આધારિત એફિસિયન્સી માટે જગ્યા બનાવી છે. RedSeerના એસોસિએટ પાર્ટનર સૌરવ કુમાર ચાચનના જણાવ્યા મુજબ, ભારતના રાઈડહિલિંગ માર્કેટમાં કેબનું પ્રભુત્વ છે, જે ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્સુ (GMV)ના લગભગ 50થી 55 ટકા છે, તે પછી ઓટો રિક્ષા લગભગ 35 ટકા અને ટુ-વ્હીલર લગભગ 10થી 12 ટકા હિસ્સો ધરાવે છે. સૌરવ કુમારે જણાવ્યું હતું કે, ટોચના 7 શહેરોમાં સરેરાશ ભાડું 300થી 400 રૂપિયા પ્રતિ ટ્રિપ છે, જ્યારે નાના શહેરોમાં સરેરાશ ભાડું 200થી 250 રૂપિયાની આસપાસ છે. તેમણે કહ્યું હતું, ટોચની મેટ્રો સિટીઝમાં ડ્રાઈવર્સ સામાન્ય રીતે દરરોજ લગભગ 8 ટ્રિપ મારે છે અને મહિને લગભગ 25 દિવસ કામ કરે છે. કુલ મળીને દર મહિને 220થી 240 ટ્રિપ મારે છે. 300 રૂપિયા પ્રતિ ટ્રિપના સરેરાશ ભાડું ગણીએ તો એક ડ્રાઈવર દરરોજ 8 ટ્રિપ મારીને 2,400 રૂપિયા અને મહિનામાં 25 દિવસ કામ કરીને 60,000 રૂપિયા ગ્રોસ કમાણી કરી શકે છે. હાલના મોડલ મુજબ, તેમાંથી કંપનીનું 25 ટકા કમિશન બાદ કરીએ તો ડ્રાઈવરને રોજના 1,800 રૂપિયા અને દર મહિને 45,000 રૂપિયાની ચોખ્ખી કમાણી થઈ શકે છે. હવે નવા મોડલ મુજબ દરરોજ 67 રૂપિયા ફિક્સ ચાર્જ આપીને ડ્રાઈવર દરરોજની 2,333 રૂપિયા અને મહિને 58,325 રૂપિયા કમાણી કરી શકશે. એટલે કે, તે દર મહિને પહેલા કરતા 10,000 રૂપિયા વધુ ઘરે લઈ જઈ શકશે. આ નવા મોડલથી અનુભવી ડ્રાઈવર્સની કમાણી વધશે, પણ સાથે જ બધુ જોખમ તેમના પર શિફ્ટ થઈ જશે. કેમકે, કંપની તો ફિક્સ ચાર્જ લઈને બેસી જશે, એટલે તેને તો કમાણી થવાની જ છે. EY પાર્થેનનના પાર્ટનર પ્રતીક શાહે જણાવ્યું હતું કે, ફ્લેટ ફી રાઈડ-હિલિંગ મોડલથી ડ્રાઈવર્સ પોતાની કમાણી પૂરેપૂરું નિયંત્રણ રાખી શકશે, પરંતુ સાથે જ કંપનીનું આર્થિક જોખમ ઓછું થઈ જશે. તેમનું કહેવું હતું કે, નવા ડ્રાઈવર્સ અને ઓછા ગ્રાહક હોય તેવા વિસ્તારોમાં રહેતા ડ્રાઈવર્સ માટે આ નવું મોડલ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ફ્લેટ ફી પ્રાઈસિંગના વિશ્વમાં મિશ્ર પરિણામ મળ્યા છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!