પૂજા બારોટની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ દહેગામ શહેરમાં તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર સમાજ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમની આ જીત દહેગામની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

દહેગામ, સોમવાર
દહેગામના શ્રીહરિ બંગ્લોઝમાં નિવાસ કરતા પૂજા વિરાજ બારોટે પોતાની અદભુત પ્રતિભા અને સકારાત્મક વ્યક્તિત્વથી વડોદરા ખાતે યોજાયેલી ‘મિસિસ ગુજરાત’ સ્પર્ધામાં ‘બેસ્ટ એટીટ્યુડ’નો સર્વોચ્ચ એવોર્ડ પોતાના નામે કરીને દહેગામ શહેરને ગૌરવ અપાવ્યું છે. એપિક ઇવેન્ટ્સ એન્ડ પ્રોડક્શન દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પૂજા બારોટે પોતાની આગવી છાપ છોડી હતી. વિડીયો જોવા અહીં ક્લિક કરો.

વીયુ નેટવર્ક સાથેની વિશેષ મુલાકાતમાં પૂજા બારોટે પોતાની આ ભવ્ય સિદ્ધિ પર અનહદ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કહ્યું કે,એપિક ફેશન શો, મિસિસ ગુજરાતમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં હું ફર્સ્ટ રનર અપ રહી અને સૌથી મહત્વની વાત એ છે કે મેં ‘બેસ્ટ એટીટ્યુડ’નો ખિતાબ જીત્યો છે.

પૂજા બારોટે પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપતા ભાવુકતાથી કહ્યું, મને મારા પરિવાર તરફથી, ખાસ કરીને મારી સાસુ તરફથી, ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. મારા પરિવારની ઈચ્છા હતી કે હું આ ક્ષેત્રમાં ભાગ લઉં અને આજે મને આ સન્માનજનક એવોર્ડ મળ્યો છે. આ પ્રમોશન માટે હું ખરેખર સૌની આભારી છું. વિડીયો જોવા અહીં ક્લિક કરો.

ભવિષ્યની યોજનાઓ અંગે પૂછવામાં આવતા, તેમણે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું, આગળ જો મને સારો પ્લેટફોર્મ મળશે તો હું ચોક્કસપણે પ્રયાસ કરીશ. હું મૂળભૂત રીતે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી છું, પરંતુ આ મારા માટે એક તદ્દન નવી ક્ષિતિજ છે.

પૂજા બારોટની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ દહેગામ શહેરમાં તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર સમાજ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમની આ જીત દહેગામની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે, જે દર્શાવે છે કે યોગ્ય પ્રોત્સાહન અને આત્મવિશ્વાસથી કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.











