ગુજરાતમાં મેઘરાજાની આજે પણ રહેશે તોફાની બેટિંગ, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ત્રણ સિસ્ટમ સક્રિય!

આજે ગુજરાતના 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે તોફાની વરસાદ?

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં ચોમાસું હવે પૂરી રીતે જામી ગયું છે. રાજ્યભરમાં દરરોજ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન, હવામાન વિભાગે એક મોટા અપડેટમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, જેના કારણે આગામી સમયમાં વધુ વરસાદની શક્યતા છે. આજે, મંગળવારના રોજ, મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા 6 જિલ્લામાં અતિભારે વરસાદ?
* આણંદ
* પંચમહાલ
* નવસારી
* વલસાડ
* દમણ
* દાદરા નગર હવેલી

આ જિલ્લાઓમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી અને જરૂરી પગલાં લેવા વિનંતી છે.

આ ઉપરાંત ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત આજે બીજા કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે:
* અરવલ્લી
* મહીસાગર
* દાહોદ
* છોટા ઉદેપુર
* વડોદરા
* ખેડા
* ડાંગ
* તાપી
* કચ્છ
* સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા

આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

અમદાવાદ અને ગાંધીનગર જેવા મેટ્રો સિટીઝમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તેમજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદની શક્યતા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!