બુમરાહ રમે ત્યારે જ ભારત હારે છે : ભૂતપૂર્વ ક્રિકેટરની વિવાદાસ્પદ ટિપ્પણી પર ફેન્સનો ભારે રોષ
તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે
બુમરાહ રમે ત્યારે જ ભારત હારે છે
ન્યુ દિલ્હી,શુક્રવાર :લોર્ડ્સ ટેસ્ટમાં ભારતને ઇંગ્લેન્ડ સામે મળેલા પરાજય બાદ ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યો છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ. ભારતની હાર બાદ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે દ્વારા આપવામાં આવેલ નિવેદન – “જ્યારે બુમરાહ રમે છે ત્યારે ભારત હારે છે,” – સોશ્યલ મીડિયાના યુઝર્સને ગમ્યું નહી અને પરિણામે લોય્ડે ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ઈંગ્લેન્ડની સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મળેલા પરાજય બાદ ભારતીય ટીમ હતાશ છે. જે ખેલાડીને ઈંગ્લેન્ડમાં સૌથી મોટો મેચ વિનર કહેવામા આવતો, તેણે બે મેચ રમી અને બંને મેચમાં ટીમ ઈન્ડિયાને હાર મળી. જે મેચ ભારતે જીતી તેમા તે ખેલાડી નહોતો રમ્યો.આ ખેલાડી કોઈ બીજો નહીં, પણ જસપ્રીત બુમરાહ છે. આવું નિવેદન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આપ્યું છે.
ઈંગ્લેડના પ્રવાસ પહેલા આ વાતની પુષ્ટિ ચીફ સિલેક્ટર અને કોચે કરી હતી કે બુમરાહ આ સીરિઝમાં પાંચમાંથી 3 મેચ રમશે. ત્રણમાંથી તે બે મેચ રમી ચૂક્યો છે , હવે બાકી બે મેચમાંથી કઇ એક મેચ રમશે? આ એક સવાલ છે? ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે કહ્યું છે, કે સીરિઝ દાવ પર લાગી છે અને ટીમ ઈન્ડિયા તેના મેચ વિનર બુમરાહને ચોથી ટેસ્ટમાં રમાડશે જ, જે આવતા અઠવાડિયાથી શરૂ થશે. લોયડે એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા જો આ ટેસ્ટ મેચ જીતે છે તો, છેલ્લી ટેસ્ટમાં પણ બુમરાહને રમાડવા પર વિચાર કરી શકે છે. તેમણેકહ્યું ‘ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે બુમરાહ પાંચમાથી ત્રણ મેચ રમશે. એવામાં તેમની પાસે એક વિકલ્પ છે. હજી બે મેચ બાકી છે. બુમરાહ બે મેચ રમી ચૂકયો છે, જો ટીમ ઈન્ડિયા ગંભીરના નિર્ણય પર વિચાર કરે તો, બુમરાહને આવનારી મેચ રમવી જોઈએ. જો બુમરાહ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમે છે અને ટીમ 2-2ની બરાબરી કરે છે, તો ટીમ બુમરાહને ઓવલમાં પણ રમાડશે, પણ મને લાગે છે જો ટીમ 3-1થી પાછળ રહેશે તો બુમરાહને છેલ્લી મેચ નહીં રમાડે’ પણ જ્યારે એન્કરે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાની જીત એકમાત્ર બુમરાહની ગેરહાજરીમાં આવી છે. બર્મિઘમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે મળીને 16 વિકેટ લીધી હતી. તેની પર ડેવિડે જાવબ આપ્યો કે ‘એવું કહેવામાં આવે છે કે જ્યારે બુમરાહ રમે છે ત્યારે ટીમ ઈન્ડિયા વધારે વાર હારે છે. જ્યારે તે નથી રમતો ત્યારે ટીમ ઈન્ડિયા મેચ જીતે છે. તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે’
બુમરાહ રમે ત્યારે જ ભારત હારે છે : ભૂતપૂર્વ ક્રિકેટરની વિવાદાસ્પદ ટિપ્પણી પર ફેન્સનો ભારે રોષ
તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે
ન્યુ દિલ્હી,શુક્રવાર : લોર્ડ્સ ટેસ્ટમાં ભારતને ઇંગ્લેન્ડ સામે મળેલા પરાજય બાદ ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યો છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ. ભારતની હાર બાદ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે દ્વારા આપવામાં આવેલ નિવેદન – “જ્યારે બુમરાહ રમે છે ત્યારે ભારત હારે છે,” – સોશ્યલ મીડિયાના યુઝર્સને ગમ્યું નહી અને પરિણામે લોય્ડે ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ઈંગ્લેન્ડની સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મળેલા પરાજય બાદ ભારતીય ટીમ હતાશ છે. જે ખેલાડીને ઈંગ્લેન્ડમાં સૌથી મોટો મેચ વિનર કહેવામા આવતો, તેણે બે મેચ રમી અને બંને મેચમાં ટીમ ઈન્ડિયાને હાર મળી. જે મેચ ભારતે જીતી તેમા તે ખેલાડી નહોતો રમ્યો.આ ખેલાડી કોઈ બીજો નહીં, પણ જસપ્રીત બુમરાહ છે. આવું નિવેદન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આપ્યું છે.
ઈંગ્લેડના પ્રવાસ પહેલા આ વાતની પુષ્ટિ ચીફ સિલેક્ટર અને કોચે કરી હતી કે બુમરાહ આ સીરિઝમાં પાંચમાંથી 3 મેચ રમશે. ત્રણમાંથી તે બે મેચ રમી ચૂક્યો છે , હવે બાકી બે મેચમાંથી કઇ એક મેચ રમશે? આ એક સવાલ છે? ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે કહ્યું છે, કે સીરિઝ દાવ પર લાગી છે અને ટીમ ઈન્ડિયા તેના મેચ વિનર બુમરાહને ચોથી ટેસ્ટમાં રમાડશે જ, જે આવતા અઠવાડિયાથી શરૂ થશે. લોયડે એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા જો આ ટેસ્ટ મેચ જીતે છે તો, છેલ્લી ટેસ્ટમાં પણ બુમરાહને રમાડવા પર વિચાર કરી શકે છે. તેમણેકહ્યું ‘ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે બુમરાહ પાંચમાથી ત્રણ મેચ રમશે. એવામાં તેમની પાસે એક વિકલ્પ છે. હજી બે મેચ બાકી છે. બુમરાહ બે મેચ રમી ચૂકયો છે, જો ટીમ ઈન્ડિયા ગંભીરના નિર્ણય પર વિચાર કરે તો, બુમરાહને આવનારી મેચ રમવી જોઈએ. જો બુમરાહ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમે છે અને ટીમ 2-2ની બરાબરી કરે છે, તો ટીમ બુમરાહને ઓવલમાં પણ રમાડશે, પણ મને લાગે છે જો ટીમ 3-1થી પાછળ રહેશે તો બુમરાહને છેલ્લી મેચ નહીં રમાડે’ પણ જ્યારે એન્કરે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાની જીત એકમાત્ર બુમરાહની ગેરહાજરીમાં આવી છે. બર્મિઘમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે મળીને 16 વિકેટ લીધી હતી. તેની પર ડેવિડે જાવબ આપ્યો કે ‘એવું કહેવામાં આવે છે કે જ્યારે બુમરાહ રમે છે ત્યારે ટીમ ઈન્ડિયા વધારે વાર હારે છે. જ્યારે તે નથી રમતો ત્યારે ટીમ ઈન્ડિયા મેચ જીતે છે. તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે’
Author: MEHTA AYUSHI
Read More
પુણે કિશોરી હત્યા કેસ: આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કરાવાયું ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ: ટ્રસ્ટીઓના ત્રણ પદો માટે મંથન તેજ, ફેરફારોની તૈયારી
કોવિડમાં મૃતક એસટી કર્મચારીઓના પરિવારને રૂ. 25 લાખની અપાશે સહાય
નીટ પેપર લીક અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષનો કાળો ડ્રેસકોડ: સંસદમાં વિરોધ પ્રદર્શન
નીટ પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો રાહુલ ગાંધી પર આકરા પ્રહાર
વનપ્લસ લાવી રહ્યું છે નવો સ્માર્ટફોન: ‘OnePlus N6X’ ના ફીચર્સ અને લોન્ચિંગ વિશે જાણો
વૈભવ સૂર્યવંશીને સિકંદર રઝાનો સાથ: કહ્યું, “15 વર્ષીય ખેલાડીની ટીકા ન કરો”
પ્રીતિ ઝિંટાનું સોનમ વાંગચુક અને NEET વિદ્યાર્થીઓને સમર્થન: બોલીવુડ અભિનેત્રીએ ઉઠાવ્યો અવાજ
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત: CJP એ પોલીસ હેડક્વાર્ટર બહારનું આંદોલન સમેટી લીધું
નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસનો આક્રમક વિરોધ: રાહુલ અને પ્રિયંકા ગાંધીની પીએમ આવાસ બહાર અટકાયત બાદ મુક્તિ
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસે પીએમ નિવાસસ્થાન બહાર રાજીનામાના લગાવ્યા નારા
ગુજરાતમાં 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી