ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા કડક પગલાં, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર અનિયમિત પાર્કિંગ પર લાલ આંખ

આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગરના નાગરિકોને સરળ, સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન પૂરું પાડવાનો છે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુચારુ બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, GSRTC અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યત્વે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વ્યસ્ત વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ અને અનિયમિત વાહન વ્યવહારને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોની સુવિધાને પ્રાધાન્ય આપતા, આડેધડ પાર્કિંગની ગંભીર નોંધ લીધી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી કે રિક્ષા, કેબ ટેક્સી અને અન્ય જાહેર પરિવહનનું યોગ્ય નિયમન થવું જોઈએ. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ તેમણે આપ્યા હતા.

આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગરના નાગરિકોને સરળ, સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન પૂરું પાડવાનો છે. આ કડક અમલીકરણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને જાહેર સ્થળોએ અવ્યવસ્થા દૂર થશે તેવી અપેક્ષા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!