ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ, કપડવંજમાં 4.8 ઇંચ!

ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં જોવા મળી રહ્યું છે, અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

અમદાવાદ, મંગળવાર
Gujarat weather: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

કપડવંજમાં રેકોર્ડબ્રેક 4.8 ઇંચ વરસાદ
વરસાદના આંકડા અનુસાર, સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં નોંધાયો છે, જ્યાં 24 કલાકમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, ભાવનગરનો તળાજા તાલુકો 3.11 ઇંચ વરસાદ સાથે બીજા નંબરે રહ્યો હતો.

પાંચ તાલુકાઓમાં 2થી 4 ઇંચ વચ્ચે વરસાદ
SEOC, ગાંધીનગરના આંકડા દર્શાવે છે કે પાંચ જિલ્લાના પાંચ તાલુકા એવા છે જ્યાં 2થી 4 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

જિલ્લો તાલુકો વરસાદ (ઇંચમાં)
ભાવનગર તળાજા 3.11
સાબરકાંઠા તલોદ 2.7
સુરેન્દ્રનગર વઢવાણ 2.09
નવસારી નવસારી 2.05
મહેસાણા વિસનગર 2.05

32 તાલુકાઓમાં નામ માત્ર વરસાદ
જોકે, 132 તાલુકાઓમાંથી 32 તાલુકાઓ એવા પણ છે જ્યાં માત્ર નામ માત્ર વરસાદ (1-2 MM) નોંધાયો છે, એટલે કે વરસાદે માત્ર હાજરી જ પુરાવી છે.

આજે પણ રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે, 22 જુલાઈ 2025, મંગળવારના દિવસે પણ રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!