વિટામિન B12 આપણા શરીર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તે લાલ રક્તકણોના નિર્માણ અને DNAના સંશ્લેષણમાં મદદ કરે છે.

અમદાવાદ, શુક્રવાર
આજના ઝડપી જીવનમાં સ્વસ્થ રહેવા માટે શરીરને પૂરતા વિટામિન્સ મળવા ખૂબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને વિટામિન B12 અને વિટામિન D ની ઉણપ સામાન્ય બની રહી છે. જોકે, આમાં પણ વિટામિન B12 ની કમી શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે. ચાલો જાણીએ કે આ આવશ્યક વિટામિનની કમીને કેવી રીતે પૂરી કરી શકાય અને કયા ખોરાક આપણા શરીરને આ શક્તિવર્ધક તત્વ પૂરા પાડી શકે છે.
વિટામિન B12 શા માટે જરૂરી છે?
વિટામિન B12 આપણા શરીર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તે લાલ રક્તકણોના નિર્માણ અને DNAના સંશ્લેષણમાં મદદ કરે છે. આ ઉપરાંત તે આપણા મગજ અને ચેતાતંત્રના કોષોના વિકાસ અને યોગ્ય કાર્ય માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય, તો તે નર્વ્સ પર નકારાત્મક અસર કરી શકે છે, જે લાંબા ગાળે ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે.
વિટામિન B12 કેવી રીતે વધારવું? જાણો ડોક્ટર્સ શું સૂચવે છે
જો તમને વિટામિન B12 ની ઉણપ હોય, તો તેને આહાર અને સપ્લીમેન્ટ્સ દ્વારા પૂરી કરી શકાય છે.
1. નોન-વેજિટેરિયન ખોરાક: વિટામિન B12 નો ઉત્તમ સ્ત્રોત, જો તમે નોન-વેજિટેરિયન છો, તો તમારા માટે વિટામિન B12 ના ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે:
બીફ લિવર: આ વિટામિન B12 નો ખૂબ જ સમૃદ્ધ સ્ત્રોત છે. બીફ ઉપરાંત, ચિકનમાં પણ વિટામિન B12 હોય છે. માછલીમાં સૅલ્મોન, ટુના અને સાર્ડિન જેવી માછલીઓમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે. આ ખોરાકનું સેવન કરવાથી તમે તમારી દૈનિક વિટામિન B12 ની જરૂરિયાતને સરળતાથી પૂરી કરી શકો છો.
2. શાકાહારી ખોરાક: ડેરી પ્રોડક્ટ્સ છે ઉપાયઃ શાકાહારી લોકો માટે પણ વિટામિન B12 ના સારા વિકલ્પો ઉપલબ્ધ છે, ખાસ કરીને ડેરી ઉત્પાદનો
દૂધ: દૂધ પીવાથી કેલ્શિયમની સાથે વિટામિન B12 પણ મળે છે.
પનીર: સ્વિસ, મોઝરેલા અને ચેડર જેવા પનીર વિટામિન B12 થી ભરપૂર હોય છે.
દહીં: દહીંમાં પણ વિટામિન B12 હોય છે. દરરોજ તમારી ડાયટમાં સાદા દહીંનો સમાવેશ કરવો ફાયદાકારક છે.
3. ઇંડા: વિટામિન B12 નો સારો સ્ત્રોત
ઇંડા: ઇંડા, ખાસ કરીને તેની જરદી, વિટામિન B12 નો એક ઉત્તમ સ્ત્રોત છે. ઇંડામાં વિટામિન B12 ઉપરાંત વિટામિન D, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વો પણ હોય છે. દરરોજ ઇંડાનું સેવન કરીને પણ વિટામિન B12 ની ઉણપને પૂરી કરી શકાય છે.
4. ફોર્ટિફાઇડ ફૂડ્સ: શાકાહારીઓ અને વિગન માટે ઉત્તમ વિકલ્પ
શાકાહારી અને વીગન લોકો માટે ફોર્ટિફાઇડ ફૂડ્સ વિટામિન B12 નો એક સારો સ્ત્રોત છે. આ એવા ખાદ્ય પદાર્થો છે જેને સિન્થેટિક B12 સાથે તૈયાર કરવામાં આવે છે:
ફોર્ટિફાઇડ પ્લાન્ટ મિલ્ક: બદામ, સોયા, ઓટ અને ચોખાના દૂધને વિટામિન B12 થી ફોર્ટિફાઇડ કરવામાં આવે છે.
ફોર્ટિફાઇડ સિરિયલ્સ: ઘણા સિરિયલ્સમાં પણ વિટામિન B12 ઉમેરવામાં આવે છે.
ફોર્ટિફાઇડ ન્યુટ્રિશનલ યીસ્ટ: આ પણ વિટામિન B12 નો એક સારો સ્ત્રોત છે.
5. વિટામિન B12 સપ્લીમેન્ટ્સ: ડોક્ટરની સલાહ અનિવાર્ય
જો આહાર દ્વારા વિટામિન B12 ની ઉણપ પૂરી ન થતી હોય, તો તમે ડોક્ટરની સલાહ લીધા પછી ટેબ્લેટ, કેપ્સ્યુલ કે લિક્વિડ ડ્રોપ્સના રૂપમાં સપ્લીમેન્ટ્સ લઈ શકો છો. યાદ રાખો, કોઈપણ ઓવર-ધ-કાઉન્ટર વિટામિન સપ્લીમેન્ટ્સ લેતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ આડઅસરથી બચી શકાય.










