ટ્રમ્પે ભારતને પુતિનના નરસંહારની કિંમત ચૂકવવા મજબૂર કર્યું: પૂર્વ PM બોરિસ જોન્સન

યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનને બુધવારે ભારત પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે રશિયા પાસેથી તેલ ખરીદીને “પુતિનના ક્રૂર યુદ્ધ મશીન” ને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો

યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનને બુધવારે ભારત પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે રશિયા પાસેથી તેલ ખરીદીને “પુતિનના ક્રૂર યુદ્ધ મશીન” ને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર વધારાના ટેરિફ લાદવાના નિર્ણયને પણ ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. ટ્રમ્પે બુધવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો ભારતથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવશે. આ સાથે, યુએસમાં ભારતીય ઉત્પાદનો પર ટેરિફ હવે 50 ટકા સુધી વધી ગયો છે.

ભારત પર ટેરિફની ઉજવણી કરતા, જોહ્ન્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે એક બોલ્ડ, સૈદ્ધાંતિક અને તાર્કિક પગલું ભર્યું છે – આખરે એવા દેશોને સજા આપી રહ્યા છે જે રશિયન તેલ અને ગેસ ખરીદીને પુતિનના ક્રૂર યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડી રહ્યા હતા. યુકે અને બાકીના યુરોપમાં આવું કરવાની હિંમત ક્યારે આવશે?”

તેમણે યુરોપિયન નેતાઓ પર વધુ નિશાન સાધતા કહ્યું, “યુરોપિયનોને ટ્રમ્પ વિશે ફરિયાદ કરવાનું અને તેઓ રશિયા પ્રત્યે નરમ હોવાનો દાવો કરવાનું ગમે છે. પરંતુ ત્રણ વર્ષ પછી, ડોનાલ્ડ જે ટ્રમ્પે જ ભારતને પુતિનના નરસંહારની કિંમત ચૂકવવા મજબૂર કર્યું છે. બાય ધ વે, બ્રિટિશ વડા પ્રધાનનો શું અભિપ્રાય છે?” બોરિસ જોન્સનની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસો પહેલા જ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી લંડનની મુલાકાતે હતા અને ત્યાં વર્તમાન બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!