બે કરોડનો વરસાદ કરાવવા લોન લઈ 11 લાખનું ધૂપ કરી નાખ્યું !

તાંત્રિકે વિધિના નામે લાખો પડાવ્યા પણ રૂપિયાનો વરસાદ ના થયો

 

 

 

 

 

 

 

 

ઇડર, 03 જુલાઈ : કહેવત કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે… તે કહેવતને સાર્થક કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધા ના નામે છેતરાઈ રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લામાં સામે આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના રાવોલ ગામમાં કારો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતાં તાંત્રિક ઝડપાયો છે. અલગ અલગ લોકો સાથે રૂપિયાની ખેતરપિંડી કરતા જાદર પોલીસે ગુનો નોંધી તાંત્રિક ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી.

સાબરકાંઠા જિલ્લામાં જાદર પોલીસ સ્ટેશનની હદમાં એક “તાંત્રિક“નું કાંડ સામે આવ્યું છે. રાઓલ ગામમાં કારો જાદુ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે ધરપકડ કરી છે જાદર પોલીસ મથક ખાતે હિંમતનગર તાલુકાના પાણપુર ગામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી ભોગ બનનાર પાણપુર ગામનો વ્યક્તિ તોફિક સારોલીયા દ્વારા જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જોકે જાદર પોલીસે વધુ તપાસ કરતાં અન્ય ભોગ બનનાર પણ સામે આવ્યા હતા જેના પણ અત્યારે હાલ જાદર પોલીસે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે તાંત્રિક અલ્પેશ ઠાકોર ની પોલીસે ધરપકડ કરી છે. અંધશ્રદ્ધા ના નામે લોકો સાથે છેતરપિંડી કરતો અલ્પેશ ઠાકોર તાજેતરમાં જ રાહુલ ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે જોકે 21મી સદીમાં હજુ પણ અનેક લોકો અંધ શ્રદ્ધાના અને વગર મહેનતે પૈસાદાર થવાની લાલચ રાખે છે અને આખરે ખેતરપિંડીનો ભોગ બનતા હોય છે જોકે તોફિક સારોલીયા પાસેથી તાંત્રિક વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરાવવાની લાલચ આપી 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે આ સાથે જ વડાલીના સગર સમાજના અન્ય બે લોકો પણ આ લાલચનો ભોગ બન્યા છે અને આ તાંત્રિક અલ્પેશ ઠાકોરે બંને વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નાણા પડાવી લીધા છે એટલું જ નહીં પરંતુ ભોગ બનનાર લક્ષ્મણ સઘરે પોતાની જમીન વેચી સાથોસાથ બેન અને મમ્મીના દાગીના વેચીને આ તાંત્રિક અલ્પેશ ઠાકોર ને રૂપિયા ધીર્યા હતા જોકે અલ્પેશ ઠાકોરે કરોડપતિ બનવાના સપના બતાવ્યા હતા તે સપના ઉપર પાણી ફરી ઉઠ્યું હતું

તો અન્ય એક વડાલી ના જ રહેવાસી રાજેન્દ્ર સગર પણ આવી જ રીતે લોભામણી લાલચો નો ભોગ બની 32 લાખ રૂપિયા જેટલા નાણા આ અલ્પેશ ઠાકોર ને આપી છેતરાયા હતા જોકે આ તમામ વ્યક્તિઓ હાલતો જાદર પોલીસ મથકે પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપવા માટે તૈયાર થયા છે જોકે હાલ તો જાદર પોલીસે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અલ્પેશ ઠાકોર ની ધરપકડ કરી લીધી છે.

તાંત્રિક સરપંચ તરીકે ચૂંટાયેલા આ તાંત્રિક અલ્પેશ ઠાકોર હજુ તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો નથી તેવામાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે તાંત્રિક વિધિ ના નામે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ના આધારે પોલીસે હાલ તો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે આ તાંત્રિક દ્વારા હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!