પૂજારા પછી વધુ એક આ પ્લેયર પણ કરી શકે છે નિવૃત્તિ જાહેરાત, જાણો તેની પાછળનું કારણ

ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. હવે લાંબા સમયથી ટીમની બહાર રહેલા અજિંક્ય રહાણેના ભવિષ્ય પર સવાલો ઊઠી રહ્યા છે. શું તે પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરશે? જાણો આ અંગે વિગતવાર માહિતી.

અમદાવાદ, મંગળવાર
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આખરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. પૂજારાની નિવૃત્તિનો નિર્ણય ઘણા લોકોને ચોંકાવનારો લાગ્યો, કારણ કે એવી અપેક્ષા હતી કે તે આગામી રણજી સિઝનમાં સૌરાષ્ટ્ર માટે રમવાનું ચાલુ રાખશે. જોકે, તેણે અચાનક આ નિર્ણય લઈને પોતાના લાંબા કરિયરનો અંત લાવ્યો. પૂજારાએ 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તે અનુક્રમે 14 અને 27 રન જ બનાવી શક્યો હતો. આ મેચ બાદ તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો.

હવે પૂજારા પછી, વધુ એક સિનિયર ખેલાડી અજિંક્ય રહાણે પણ નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા છે. રહાણે પણ લાંબા સમયથી ઇન્ડિયન ટીમની બહાર છે. અજિંક્ય રહાણેએ પૂજારા સાથે જ WTC ફાઇનલમાં ભાગ લીધો હતો, પરંતુ પૂજારાથી વિપરીત, તે મેચ તેની છેલ્લી ટેસ્ટ મેચ નહોતી. રહાણેએ જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તે પછી, તેને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે અને અત્યાર સુધી તે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શક્યો નથી.

રહાણેની કરિયર અને આગામી પગલાં
રહાણેએ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો હોય, પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સક્રિય છે. જોકે, તાજેતરમાં તેણે રણજી ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય લીધો છે. તેણે એક પ્લેયર તરીકે રમવાનું ચાલુ રાખવાની વાત કરી છે, પણ ટીમની કમાન તેણે અન્ય ખેલાડીને સોંપી દીધી છે. આ નિર્ણય સૂચવે છે કે રહાણે પણ હવે કરિયરના અંતિમ પડાવ પર છે. BCCI સિલેક્શન કમિટી દ્વારા તેને ફરીથી ટીમમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના લગભગ નહિવત છે.

જેમ પૂજારાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવ્યા હોવા છતાં ટીમમાં સ્થાન ન મળતા નિવૃત્તિ લીધી, તેવી જ રીતે રહાણે પણ આ જ માર્ગ અપનાવી શકે છે. હાલમાં પૂજારાએ સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી છે, પણ એવી અટકળો છે કે ટૂંક સમયમાં જ અજિંક્ય રહાણે પણ આ જ પ્રકારનો નિર્ણય લઈ શકે છે અને પોતાની લાંબી ક્રિકેટ જર્નીનો અંત લાવી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!