અમદાવાદમાં ચીમનભાઈ પટેલ બ્રિજ બે દિવસ રાત્રે બંધ રહેશે, વાહનચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પગલે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. બ્રિજ પર રેલિંગ લગાવવા અને તેને મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પગલે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. બ્રિજ પર રેલિંગ લગાવવા અને તેને મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આથી બે દિવસ સુધી રાત્રિના સમયે તમામ પ્રકારનાં વાહનોની અવરજવર બંધ રહેશે.

ક્યારે બંધ રહેશે ચીમનભાઈ પટેલ બ્રિજ?

ટ્રાફિક પોલીસની જાહેર કરાયેલી સૂચના મુજબ, 3 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. આ ઉપરાંત 4 નવેમ્બર, 2026ના રોજ પણ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રાખવામાં આવશે.

આ સમય દરમિયાન ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર સહિત તમામ પ્રકારનાં વાહનોને બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી મળશે નહીં.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો

ટ્રાફિક ડાયવર્ઝન દરમિયાન હળવાં વાહનો માટે સાબરમતી, વાડજ, ગાંધી આશ્રમ, ગાયત્રી મંદિર, ચાંદખેડા અને રાણીપ તરફના વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. ભારે વાહનો માટે પણ અલગ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

વાહનચાલકોએ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

ટ્રાફિક પોલીસની અપીલ

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. વાહનચાલકોએ મુસાફરીનું આયોજન અગાઉથી કરી લેવું. જેથી ટ્રાફિકની સમસ્યા ટાળી શકાય અને બાંધકામની કામગીરી સમયસર પૂર્ણ થઈ શકે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!