દિવાળી પહેલાં અમદાવાદના ભદ્ર બજારમાં AMCની દબાણ હટાવવાની ઝુંબેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ભદ્ર બજારના રસ્તાઓ પરથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદના ભદ્ર બજારમાં ખરીદી માટે આવતા લોકોને સુવિધા મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ભદ્ર બજારના રસ્તાઓ પરથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રસ્તાના ‘કેરેજ વે’ પર કોઈપણ પ્રકારનું વેન્ડિંગ કે દબાણ ન થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

6 ઇન્સ્પેક્ટર-સબ ઇન્સ્પેક્ટર સહિત ટીમ તૈનાત

AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વિશેષ કામગીરી માટે 6 ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર, 4 દબાણ ગાડીઓ તથા 25 મજૂરોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

દિવાળીના દિવસોમાં ભદ્ર બજારમાં ખરીદદારોની અવરજવર વધતી હોવાથી રસ્તાઓ ખુલ્લા રાખવા અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવાશે

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેરેજ વે પર કોઈપણ પ્રકારની અડચણ ન રહે તે માટે AMCની ટીમ સ્થાનિક પોલીસની મદદથી કામગીરી કરી રહી છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, મધ્ય ઝોનની રાહબરી હેઠળ એસ્ટેટ વિભાગે ભદ્ર બજારમાં વિશેષ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. તહેવાર દરમિયાન ખરીદદારોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને રસ્તાઓ ખુલ્લા રહે તે આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!