અમદાવાદ: સોશિયલ મીડિયા પર મુલાકાતની લાલચ આપી યુવાન સાથે રૂ.9.50 લાખની ઠગાઈ

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મુલાકાતની લાલચ આપીને સાયબર ઠગોએ 24 વર્ષીય યુવાન પાસેથી વિવિધ ચાર્જના નામે રૂ. 9.50 લાખ પડાવી લીધા છે, જે અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર વાતચીત કે મનોરંજનનું માધ્યમ નથી રહ્યું, પરંતુ સાયબર ઠગો માટે તે છેતરપિંડીનું મોટું હથિયાર બન્યું છે. અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા પર યુવતીઓ સાથે ‘ઈમોશનલ’ વાતચીત અને મુલાકાતની લાલચ આપીને પાલડી વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષીય યુવાન પાસેથી સાયબર ગઠિયાઓએ અલગ-અલગ ચાર્જના નામે અધધ રૂપિયા ૯.૫૦ લાખ પડાવી લીધા છે. આ મામલે યુવાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ઠગાઈ આચરવાની મોડસ ઓપરેન્ડી (Modus Operandi)

  • સ્પોન્સર્ડ જાહેરાત અને શરૂઆત: પીજીમાં રહેતો અને ખાનગી કંપનીમાં ટ્રેની તરીકે નોકરી કરતો યુવાન ગત ૨૫ જુલાઈએ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે તેને એક જાહેરાત દેખાઈ જેમાં ‘અમદાવાદમાં તમારી નજીકમાં રહેતી યુવતી સાથે ઈમોશનલ વાતચીત અને મુલાકાત કરવી હોય તો કોલ કરો’ તેમ લખેલું હતું.

  • રજસ્ટ્રેશન ફી અને ફોટો સિલેક્શન: યુવાને જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા હુકમસિંગ લોધી નામના શખ્સે વાત કરી ૫૦૦ રૂપિયા રજસ્ટ્રેશન ફી ભરાવી હતી અને વોટ્સએપ પર પાંચ-છ યુવતીઓના ફોટા મોકલી એક પસંદ કરવાનું કહ્યું હતું.

  • હોટલ મુલાકાત અને ખર્ચના નામે લૂંટ: યુવાને ફોટો પસંદ કર્યા બાદ ગઠિયાઓએ તેને પાલડી સ્થિત ‘માર્શલ ધી ગ્રાન્ડ હોટલ’ ખાતે મોકલ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ હોટલ રૂમ ભાડું, મુલાકાત ચાર્જ, વેરીફિકેશન ચાર્જ, મેડિકલ ચાર્જ, એક્ટિવેશન ચાર્જ અને રેસ્ક્યુ ચાર્જના નામે ઓનલાઈન હજારો રૂપિયા ટ્રાન્સફર કરાવાયા હતા.

  • રિફંડના બહાને વધુ નાણાં પડાવ્યા: યુવાને કંટાળીને સર્વિસ કેન્સલ કરવાનું કહેતા વીર ઠાકોર અને અન્ય શખ્સોએ રિફંડના નામે કેન્સલેશન ચાર્જ, બેન્કિંગ પ્રોસેસ ચાર્જ, જીએસટી અને આઈટીઆરના બહાને સતત લાખો રૂપિયા પડાવી લીધા હતા.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!