સુરત: પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતી વખતે મિસફાયર, ગોળી વાગવાથી લારીચાલક ઇજાગ્રસ્ત

સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગોળી છૂટતા કેરબા સાથે અથડાઈને નજીક ઊભેલા લારીચાલકને વાગી હતી, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.

સુરતના કાપોદ્રા વિસ્તાર હેઠળ આવતી નાના વરાછા પોલીસ ચોકીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ ચોકીમાં ફરજ પર હાજર PSI પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ટ્રિગર દબાઈ જવાથી મિસફાયર થતાં ગોળી છૂટી હતી. આ ગોળી પાણીના કેરબા સાથે અથકાઈને ચોકીની બહાર નજીક ઊભેલા એક લારીચાલકને વાગી હતી.

ઘટના 
ઘટનાસ્થળ અને મિસફાયર: નાના વરાછા પોલીસ ચોકીમાં PSI પી.એસ. મકવાણા હથિયાર સાફ કરી રહ્યા હતા ત્યારે થયેલા અકસ્માત (Accidental Firing) ના કારણે ગોળી છૂટી હતી.
શરીરની આરપાર નીકળી ગોળી: રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પાણીના કેરબા સાથે અથડાવા છતાં અત્યંત તીવ્ર વેગથી નજીક ઊભેલા લારીચાલક અરવિંદ પટેલના શરીરની સોંસરી આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે ભારે અફડાતફડી મચી ગઈ હતી.

હોસ્પિટલ ખસેડાયા: ઘટનાની ગંભીરતા જોઈને PSI મકવાણાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર લોહીલુહાણ હાલતમાં પડેલા ઈજાગ્રસ્ત લારીચાલકને પોતાના જ વાહનમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની પ્રાથમિક સારવાર અને સઘન ઉપચાર શરૂ કરવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓની તપાસ:આ ગંભીર ઘટનાની જાણ થતા જ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ડીસીપી (DCP) સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!