ગુજરાતમાં અંબાલાલ પટેલની મોટી આગાહી: 1થી 3 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા

જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રમાં મેળાની મજા માણી શકાશે કારણ કે આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની જ શક્યતા છે. 3 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

અમદાવાદ, ગુરૂવાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, 1 થી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં વરસાદના અન્ય તબક્કાઓ પણ જોવા મળશે.

ઓગસ્ટ મહિનામાં વરસાદનું અનુમાન
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 6 થી 10 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જ્યારે 18 થી 22 ઓગસ્ટ દરમિયાન ફરી એકવાર સારો વરસાદ જોવા મળશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં.

નવી વરસાદી સિસ્ટમ અને ભારે વરસાદની સંભાવના
તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની પ્રબળ સંભાવના છે. આ સિસ્ટમ બનતાં જ ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખતો એટલે કે અતિભારે વરસાદ પડી શકે છે.

ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી દરમિયાન વરસાદી માહોલ
અંબાલાાલ પટેલની આગાહી મુજબ 18થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જેનો અર્થ છે કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે અને 27 થી 30 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ ચાલુ રહેશે.

જોકે, જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રમાં મેળાની મજા માણી શકાશે કારણ કે આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની જ શક્યતા છે. 3 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

નર્મદા ડેમ અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા
ખાસ કરીને 31 જુલાઈ થી 2 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને સાબરકાંઠામાં 4 ઇંચ સુધીનો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધશે અને નર્મદા ડેમમાં નવા નીરની આવક થતાં તે બે કાંઠે વહે તેવી શક્યતા છે. તેવી જ રીતે, તાપી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!