અમદાવાદ: AMC ના મોટા દરોડા, 13 ખાણી-પીણીના એકમો સીલ અને 1.55 લાખ દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરતી ૧૩ હોટેલ-રેસ્ટોરન્ટ્સને સીલ કરી દીધી છે અને ૧.૫૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને અન્ન સુરક્ષા સાથે ચેડાં કરતા ધંધાર્થીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એએમસી (AMC) ની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરમાં અચાનક સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સ્વચ્છતાના નિયમોની ધજાગી ઉડાડતી અને વાસી કે અખાદ્ય ખોરાક વેચતી ખાણી-પીણીની કુલ ૧૩ હોટેલ અને રેસ્ટોરન્ટ્સને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ નિયમો ભંગ કરનાર પાસેથી કુલ ૧.૫૫ લાખ રૂપિયાનો તોતિંગ દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

અખાદ્ય સામગ્રી અને ગંદકી સામે લાલ આંખ:

AMC ના ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને હોટેલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રસોડામાં ભારે ગંદકી, વાસી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ અને હાઈજિનના ધોરણોનો સરેઆમ ભંગ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું.

૧૩ એકમો સીલ 

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કુલ ૧૩ જેટલી નામાંકિત ખાણી-પીણીની જગ્યાઓને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કસૂરવાર સંચાલકો પાસેથી ૧.૫૫ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!