ગુજરાત સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹૬ લાખથી વધારીને ₹૧૦ લાખ કરી દીધી છે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC) હેઠળ અમલમાં મુકાયેલી વિદેશ અભ્યાસ લોન યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ આવક મર્યાદા ₹૬ લાખથી વધારીને ₹૧૦ લાખ કરવાનો સત્તાવાર ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.
-
આવક મર્યાદામાં વધારો:
-
અગાઉના નિયમો મુજબ જે પરિવારની વાર્ષિક આવક ₹૬ લાખ સુધીની હોય તેવા જ વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર ગણાતા હતા. મધ્યમ વર્ગના પરિવારોની જરૂરિયાતોને ધ્યાને રાખી નિયામકશ્રી દ્વારા આ દરખાસ્ત રજૂ કરાઈ હતી.
ઉચ્ચ શિક્ષણ માટે તક:
આર્થિક તંગીના કારણે રાજ્યના કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે તેવા મુખ્ય ઉદ્દેશ્યથી આ મોટો સુધારો કરવામાં આવ્યો છે, જેથી મધ્યમ વર્ગીય પરિવારોને સીધો ફાયદો થશે.
પરિપત્ર અને યોજનાની મુખ્ય વિગતો
-
યોજનાનું નામ: વિદેશ અભ્યાસ લોન યોજના
-
અગાઉની વાર્ષિક આવક મર્યાદા: ₹૬.૦૦ લાખ
-
સુધારેલી નવી આવક મર્યાદા: ₹૧૦.૦૦ લાખ











