મારું બેટ કોણે તોડી નાંખ્યું ? સિરાજનો પ્રેક્ટિસ દરમિયાન ગુસ્સો, પછી મજાક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ બુધવારથી એજબેસ્ટનમાં રમાશે

સિરાજનો પ્રેક્ટિસ દરમિયાન ગુસ્સો

મુંબઈ, સોમવાર : એજબેસ્ટનમાં બીજી ટેસ્ટ પહેલાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજના પ્રેક્ટિસ સેશન દરમિયાન મજેદાર ઘટના બની. તૂટેલુ બેટ જોઈ સિરાજ ભડકી ગયો, ને પૂછવા લાગ્યો – “મારું બેટ કોણે તોડી નાંખ્યું?” ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ બુધવારથી એજબેસ્ટનમાં રમાશે. હવે તે પહેલાં પ્રેક્ટિસ સેશન દરમિયાન મોહમ્મદ સિરાજ પોતાનું તૂટેલો બેટ જોઈને ભડકી ગયો હતો. ભારત ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરિઝમાં 1-0થી પાછળ છે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા એજબેસ્ટનમાં જીતીને ઈંગ્લેન્ડને પોતાની લીડ મજબૂત કરતા રોકવાનો પ્રયાસ કરશે. બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પર મોટી જવાબદારી રહેશે કારણ કે જસપ્રીત બુમરાહનું રમવું શંકાસ્પદ છે.

હવે તે ગુસ્સો હતો કે ખાલી દેખાડો હતો તે નથી ખબર, કારણ કે, થોડી જ વારમાં સિરાજ હસવા લાગ્યો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફાસ્ટ બોલર હાથમાં બેટ લઈને તેના સાથી ખેલાડીઓને પૂછી રહ્યો છે કે, મારું બેટ કેવી રીતે તૂટી ગયું? ‘વીડિયો ક્લિપમાં કેટલાક ખેલાડીઓ બેકગ્રાઉન્ડમાં નેટ પ્રેક્ટિસ કરતા પણ દેખાય રહ્યા છે. વીડિયોમાં સિરાજ ખૂબ ગુસ્સામાં દેખાય છે. એવું લાગી રહ્યું છે કે, જેને તે બેટ વિશે પૂછી રહ્યો છે તેને ગુસ્સામાં જોઈ રહ્યો છે. પરંતુ પછી તે તરત જ હસવા લાગે છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!