‘અવતાર: ફાયર એન્ડ એશ’નું ટ્રેલર લીક: ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, ચાહકો થયા એક્સાઇટેડ

લીક થયેલા થોડાક સેકન્ડના આ વિડીયોએ ફેન્સનું એક્સાઈટમેન્ટ ફિલ્મ માટે અનેકગણું વધારી દીધું છે. મોટા પડદા પર આ ટ્રેલર જોનારા લોકો તેને ‘સિનેમેટિક હિસ્ટ્રીમાં સૌથી શાનદાર ક્રિએટિવિટી’ ગણાવી રહ્યા છે.

અમદાવાદ, શુક્રવાર
જેમ્સ કેમરૂનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અવતાર: ફાયર એન્ડ એશ’નું ટ્રેલર ઓનલાઈન લીક થઈ ગયું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચી ગઈ છે. ‘ધ ફેન્ટાસ્ટિક ફોર: ફર્સ્ટ સ્ટેપ્સ’ સાથે રિલીઝ થયેલા આ ટ્રેલરની ચર્ચા હાલ ટોપ પર છે.

લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતાર: ફાયર એન્ડ એશ’ના ટ્રેલર લીક થવાથી મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, કોપીરાઇટના ઇશ્યૂના કારણે તેને તરત જ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે લોકોએ આ ટ્રેલર જોયો છે, તેઓ તેને અત્યાર સુધીનો ‘બેસ્ટ ટ્રેલર’ કહી રહ્યા છે. આઇમેક્સ અને ડોલ્બીના દર્શકોની પ્રારંભિક પ્રતિક્રિયાઓ ફિલ્મના વિઝ્યુઅલ્સના ખૂબ વખાણ કરી રહી છે.

લીક થયેલા થોડાક સેકન્ડના આ વિડીયોએ ફેન્સનું એક્સાઈટમેન્ટ ફિલ્મ માટે અનેકગણું વધારી દીધું છે. મોટા પડદા પર આ ટ્રેલર જોનારા લોકો તેને ‘સિનેમેટિક હિસ્ટ્રીમાં સૌથી શાનદાર ક્રિએટિવિટી’ ગણાવી રહ્યા છે. માર્વેલ સુપરહીરો ફિલ્મ પહેલાં આઇમેક્સ અને ડોલ્બી ફોર્મેટમાં આ ટ્રેલર જોનારાઓએ તેના ભરપૂર વખાણ કર્યા છે.

એક યુઝરે ટ્વિટર પર લખ્યું, “જેમ્સ કેમરૂન એક શાનદાર ફિલ્મ બનાવી રહ્યા છે – વિઝ્યુઅલ, ઇમોશન્સ, સ્કેલ!! સિનેમા તેના પીક પર છે. હું અત્યારથી જ શોકમાં છું.”

અન્ય એક દર્શકે ઉત્સાહમાં લખ્યું કે, “અવતાર: ફાયર એન્ડ એશનો ટ્રેલર કમાલનો હતો. F4 શરૂ થતા પહેલા જ મારું મોં ખુલ્લું રહી ગયું હતું. આઇમેક્સ સ્ક્રીન પર અવતાર: ફાયર એન્ડ એશના ટ્રેલરે તો મારા હોશ જ ઉડાવી દીધા!! વાહ! આ કદાચ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હશે.” આવા અનેક કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

‘અવતાર: ફાયર એશ’ની રિલીઝ ડેટની વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે 19 ડિસેમ્બર 2025ના રોજ ક્રિસમસ ના અવસરે વર્લ્ડવાઈડ રિલીઝ થવાની છે. ફિલ્મના બીજા પાર્ટે ભારતમાં 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો, અને ફિલ્મના દરેક પાર્ટને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!