ચેતી જજો! ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ વાપરવા હવે ચૂકવવા પડશે પૈસા? જાણો મેટાના નવા પ્રીમિયમ પ્લાન વિશે બધું જ

શું તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરો છો? મેટા લાવી રહ્યું છે નવું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડલ. જાણો કયા ફીચર્સ માટે પૈસા આપવા પડશે અને શું ફ્રી રહેશે. વિગતે વાંચો આ આર્ટિકલમાં.

અમદાવાદ, બુધવાર
જો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. અત્યાર સુધી આપણે આ એપ્સનો મફતમાં ભરપૂર ઉપયોગ કરતા હતા, પરંતુ હવે મેટા કંપની તેમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ઇલોન મસ્કે જ્યારથી ટ્વિટર હવે X પર સબસ્ક્રિપ્શન મોડલ શરૂ કર્યું છે, ત્યારથી અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ પણ તે રસ્તે ચાલી નીકળી છે. મેટાએ પણ હવે જાહેરાત કરી છે કે તેઓ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડલનું ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે.

શું છે આ નવો સબસ્ક્રિપ્શન પ્લાન?
મેટાનો ઉદ્દેશ્ય હવે માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ પોતાની પેઇડ ડિજિટલ સર્વિસ વધારવા માગે છે. આ નવા પ્લાન અંતર્ગત યુઝર્સને સાદા ફીચર્સ નહીં, પરંતુ હાઈ-લેવલના એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ અને ક્રિએટિવ ફીચર્સ આપવામાં આવશે. ટૂંકમાં કહીએ તો, જો તમારે તમારા ફોટા કે વીડિયોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા હોય, તો ખિસ્સું હળવું કરવું પડી શકે છે.

સિંગાપોરની કંપની સાથે 16,600 કરોડની ડીલ
મેટા આ બાબતે કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કંપનીએ સિંગાપોર સ્થિત જનરલ AI કંપની માનુષને ખરીદી લીધી છે. આ ડીલ ડિસેમ્બર 2025માં લગભગ 16,600 કરોડ રૂપિયામાં થઈ હતી. માનુષ કંપની ઓટોનોમસ AI એજન્ટ્સ બનાવવામાં એક્સપર્ટ છે.

આ AI એજન્ટ્સ એટલા પાવરફુલ છે કે તે તમારા ઘણા મુશ્કેલ કામો ચપટી વગાડતા કરી શકે છે. જેમ કે, તમારે ક્યાંક ફરવા જવું હોય તો તેનું આખું ટ્રિપ પ્લાનિંગ કરવું હોય કે પછી ઓફિસ માટે કોઈ પ્રેઝન્ટેશન બનાવવું હોય – આ બધા જ કામ આ AI એજન્ટ કરી શકશે. હવે મેટા આ ટેકનોલોજીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપમાં લાવવા જઈ રહી છે.

Vibes ટૂલ અને વીડિયો મેકિંગ
આ સબસ્ક્રિપ્શન પ્લાનમાં સૌથી મોટું આકર્ષણ વાઇબ્સ (Vibes) નામનું ટૂલ હશે. આ મેટાનું પોતાનું AI શોર્ટ વીડિયો જનરેશન ટૂલ છે, જે 2025માં લોન્ચ કરાયું હતું.

ફ્રી શું મળશે? દરેક સામાન્ય યુઝરને વાઇબ્સ ટૂલનું બેઝિક વર્ઝન વાપરવા મળશે.
પૈસા કોને આપવા પડશે? જે યુઝર્સને એડવાન્સ એડિટિંગ અને ક્રિએટિવ ફીચર્સનો ઉપયોગ કરવો હશે, તેમણે સબસ્ક્રિપ્શન લેવું પડશે.

મેટા વેરિફાઇડથી આ પ્લાન કેવી રીતે અલગ?
ઘણા લોકોને પ્રશ્ન થશે કે મેટાએ તો પહેલાથી જ બ્લુ ટિક માટે પૈસા લેવાનું શરૂ કર્યું છે, તો આ નવું શું છે? તો તમને જણાવી દઈએ કે 2023માં શરૂ થયેલું મેટા વેરિફાઇડ સબસ્ક્રિપ્શન અલગ છે. તેમાં યુઝરને એકાઉન્ટ પર બ્લુ બેજ, સિક્યુરિટી અને સપોર્ટ મળે છે.

જ્યારે આ નવો પ્લાન સંપૂર્ણપણે ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી પર આધારિત છે. આમાં તમને AI ટૂલ્સની મદદ મળશે જેનાથી તમારું કામ સરળ અને ઝડપી બનશે.

શા માટે પૈસા વસૂલશે મેટા?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ ખૂબ મોટો ખર્ચ થાય છે. મેટા હવે આ ખર્ચને પહોંચી વળવા અને ઇન્કમ જનરેટ કરવા માગે છે. આ નવા સબસ્ક્રિપ્શન મોડલથી જે આવક થશે, તેનો ઉપયોગ કંપની AI રિસર્ચ માટે કરશે. સાથે જ OpenAI, ગૂગલ અને એન્થ્રોપિક જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપવા માટે મેટા પોતાની સિસ્ટમ વધુ મજબૂત બનાવી શકશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!