ભાજપના સાંસદ દુબેને રાજ ઠાકરેએ આપી ખુલ્લી ચેતવણી,જાણો શું કહ્યું…

ભાજપ સાંસદ નિશિકાંત દુબેના ‘પટક પટક કે મારેંગે’ નિવેદન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ આક્રમક પલટવાર કર્યો છે

મુંબઇ,શુક્રવાર:  મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા વિવાદે નવો વળાંક લીધો છે. ઝારખંડના ગોડ્ડા લોકસભા મતવિસ્તારના ભાજપ સાંસદ નિશિકાંત દુબેના ‘પટક પટક કે મારેંગે’ નિવેદન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ આક્રમક પલટવાર કર્યો છે. રાજ ઠાકરેએ દુબેને સીધી ચેતવણી આપતા કહ્યું, “એક સાંસદ કહે છે કે તે મને માર મારીને મારશે. તું મને મારશે દુબે? તું મુંબઈ આવી જા, અમે તને મુંબઈના સમુદ્રમાં ડૂબાડીને મારીશું.” આ નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.

રાજ ઠાકરેએ નિશિકાંત દુબે પર તીખા પ્રહારો કરતા કહ્યું, “દુબે સાથે શું થયું? શું કોઈ કેસ હતો? તમે 56 ઇંચની છાતી લઈને ફરો છો, શું તમે મહારાષ્ટ્રના માલિક છો?” તેમણે મરાઠી ભાષા અને સમાજના અપમાનનો આરોપ લગાવી ચેતવણી આપી કે, “જો કોઈ અહીં મરાઠીનું અપમાન કરશે, તો તેના ગાલ અને અમારા હાથનું મિલન થશે.” રાજ ઠાકરેએ મહાયુતિ સરકાર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું, જેમણે ભાષા નીતિ અંગે GR જારી કરી પાછળથી પાછો ખેંચ્યો. તેમણે ફડણવીસને ‘સ્ક્રિપ્ટ રાઇટર’ ગણાવી કટાક્ષ કર્યો અને મહારાષ્ટ્રના લોકોને અપીલ કરી કે, “ટેક્સી, બસ કે ટ્રેનમાં હોવ, દરેક જગ્યાએ મરાઠીમાં જ બોલો.” તેમણે લોકોને ‘સાવધાન રહેવા’ની વિનંતી પણ કરી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!