મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી; વિસ્તાર કોર્ડન કરાયો, જાનહાનિ ટળી

અમદાવાદ, સોમવાર: અમદાવાદના જૂના શહેર વિસ્તારમાં આવેલા ઢાળની પોળ, ઉપલી શેરીમાં એક મકાન અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ AMCના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વધુ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મકાનનો બાકી રહેલો ભયજનક ભાગ યુદ્ધના ધોરણે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી.સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.

ઘટના દરમિયાન મકાનની નજીક પાર્ક કરાયેલા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યાના અહેવાલ સામે આવ્યા છે.સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ AMC દ્વારા સ્થળને સુરક્ષિત બનાવવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.











