હરિયાણાના પૂર્વ ડીજીપી મુસ્તફા, તેમની પત્ની અને પુત્રવધૂ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ પુત્રના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુ અને એક વાયરલ વીડિયોના આધારે નોંધાઈ

હરિયાણાના પૂર્વ ડીજીપી મુસ્તફા, તેમની પત્ની અને પુત્રવધૂ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ પુત્રના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુ અને એક વાયરલ વીડિયોના આધારે નોંધાઈ છે, જેમાં મૃતક પુત્રે ડીજીપી પર પુત્રવધૂ સાથે અફેર હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
પોતાના પર લાગેલા આરોપો બાદ પૂર્વ ડીજીપી મુસ્તફાએ મંગળવારે સહારનપુર જિલ્લાના તેમના ગામ હરડાખેડીમાં પત્રકારો સાથે વાતચીત કરીને આ મામલે સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે પોતાના પરના આરોપોને નિરાધાર ગણાવ્યા અને કહ્યું કે તપાસમાં બધું સ્પષ્ટ થઈ જશે.
મુસ્તફાએ મૃતક પુત્ર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “મારો દીકરો છેલ્લા ૧૮ વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતો, જેના કારણે તેની માનસિક સ્થિતિ સાઇકો જેવી થઈ ગઈ હતી. તે ઘણી વખત પોતાની પત્ની સાથે પણ મારપીટ કરી ચૂક્યો હતો. તેમને શંકા છે કે તેમના પુત્રએ ડ્રગ્સના સેવન પછી જ તે વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પરિવારના સભ્યો પર વિવિધ આરોપો મૂક્યા છે. આ જ કારણોસર તેમણે પુત્રના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
પૂર્વ ડીજીપીએ આ સમગ્ર પ્રકરણ પાછળ રાજકારણથી પ્રેરિત કોઈ વ્યક્તિનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે, જે ખોટા ઇરાદાથી તેમના પર ગેરવાજબી આરોપો લગાવી રહ્યો છે.











