અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિચર્ડ નિક્સન ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ ઑફ પીસ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિચર્ડ નિક્સન ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ ઑફ પીસ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર ૧૯૯૫માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના નિધન બાદ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવાના તેમના જીવનભરના લક્ષ્યને આગળ વધારનારા વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે.
નોંધનીય છે કે આ અગાઉ કોઈ પણ વર્તમાન કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ આ સમારોહમાં વ્યક્તિગત રીતે ભાગ લીધો ન હતો. જોકે, ટ્રમ્પ આ સન્માન સ્વીકારનારા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે.
ટ્રમ્પ પરિવાર અને નિક્સન ફાઉન્ડેશન વચ્ચે લાંબા સમયથી સંબંધો રહ્યા છે. તાજેતરમાં, ૧૯ ઓક્ટોબરના રોજ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે નિક્સન પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીમાં તેમની પુસ્તક “Under Siege: My Family’s Fight to Save Our Nation”નું પ્રમોશન કર્યું હતું, જ્યાં તેમણે તેમના પિતાની નીતિઓ પર ચર્ચા કરી હતી.
આ એવોર્ડ અગાઉ ઈરાનના દેશનિકાલ કરાયેલા શાહી પરિવારના સભ્યોને પણ આપવામાં આવ્યો છે. ફાઉન્ડેશન દ્વારા ૨૦૨૪નો આ પુરસ્કાર ઈરાનની મહારાણી ફરાહ પહેલવી અને ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીને એનાયત કરવામાં આવ્યો હતો.ઓ











