અંબાજી ભાદરવી પૂનમનો મેળો: તારીખો જાહેર, 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભક્તિનો સંગમ!

કલેક્ટરે ખાસ કરીને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો, જેથી ભક્તો કોઈ પણ અગવડતા વગર માતાજીના દર્શન કરી શકે અને મેળાનો સંપૂર્ણ આનંદ માણી શકે.

બનાસકાંઠા, શુક્રવાર
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મેળાની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી છે. આ ભવ્ય મેળો આગામી 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જે ભક્તો માટે આસ્થા અને ઉત્સાહનો પર્વ બની રહેશે.

અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલું શક્તિપીઠ અંબાજી, ભાદરવી પૂનમના મેળા દરમિયાન ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠશે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા અને આ પવિત્ર મેળાનો ભાગ બનવા માટે ઉમટી પડશે.

મેળાના આયોજન માટે વિસ્તૃત ચર્ચા
જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં મેળાના સુચારુ આયોજનને લઈને સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં યાત્રિકોની સલામતી, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય સુવિધાઓ, પીવાનું પાણી, બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, મંદિર દર્શન અને સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક આયોજન કરવા માટે અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!