ગુજરાતમાં મેઘો જામ્યો: આજે કચ્છ-સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી!

ગુજરાતના લોકોએ આ વરસાદી માહોલમાં સાવચેત રહેવું અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા વિનંતી છે. ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોના નાગરિકોને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, અને હવે મેઘાની સવારી કચ્છ તરફ આગળ વધી છે. અષાઢી બીજના શુભ દિવસે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. આ વરસાદી સિઝન વચ્ચે હવામાન વિભાગે (IMD) કચ્છ અને સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, અને આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે કચ્છ સહિત 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ!
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, શનિવારે, કચ્છ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અને દ્વારકા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે.

અન્ય વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા
ઉપર જણાવેલ જિલ્લાઓ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી માં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિત દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!