ગાંધીનગરના રોડ-રસ્તાથી CM ભૂપેન્દ્ર પટેલ અકળાયા, અધિકારીઓનો લીધો ઉધડો

ગુજરાતની રાજધાની ગાંધીનગરના રસ્તાઓની દયનીય હાલત અને વરસાદી પાણીના ભરાવાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓ પર કડક નારાજગી વ્યક્ત કરી છે.

ગાંધીનગર,શુક્રવાર:    ગુજરાતની રાજધાની ગાંધીનગરના રસ્તાઓની દયનીય હાલત અને વરસાદી પાણીના ભરાવાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓ પર કડક નારાજગી વ્યક્ત કરી છે. આડેધડ ખોદકામ અને અપૂરતા આયોજનને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી, તેમનો ઉધડો લીધો હતો.

બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, “ગાંધીનગર જેવી રાજધાનીમાં રસ્તાઓની આવી બિસ્માર હાલત સ્વીકાર્ય નથી. આડેધડ ખોદકામ અને નબળી ડ્રેનેજ સિસ્ટમને કારણે વરસાદ દરમિયાન પાણી ભરાય છે, જેનાથી રસ્તાઓ તૂટી ગયા છે અને ખાડા પડી ગયા છે.” તેમણે તાત્કાલિક પગલાં લઈને રસ્તાઓની સમારકામ અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાના આદેશ આપ્યા છે. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર,ગાંધીનગરના મેયર સહિતના પદાઅધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, “રાજ્યની રાજધાનીના રસ્તાઓની ગુણવત્તા અને જાળવણી પર કોઈ સમાધાન નહીં ચલાવવામાં આવે. નાગરિકોની સુવિધા અને સલામતી સર્વોપરી છે.” તેમણે અધિકારીઓને રસ્તાઓની તપાસ કરી, ખાડા ભરવા અને યોગ્ય રીતે રોડ રિપેરિંગનું આયોજન કરવા સૂચના આપી.

આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની આ કડક ચેતવણી બાદ અધિકારીઓએ રસ્તાઓની સ્થિતિ સુધારવા તાત્કાલિક કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે.

 

 

 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!